તપાસ:થરાદની નર્મદા નહેરમાં વાવની મહિલા ડુબાયાની આશંકા, નહેર પરથી ચંપલ મળતાં બપોર સુધી શોધખોળ હાથ ધરાઇ

થરાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર પરથી વાવ તાલુકાની મહિલાનાં ચંપલ પડેલાં મળી આવતાં તેણી કેનાલમાં પડી હોવાની આશંકાએ તેણીની તરવૈયાની મદદથી બપોર સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી છતાં કોઇ ભાળ મળી નહતી. આ બનાવથી ચકચાર મચવા પામી હતી.

વાવના મોરીખા ગામની માનસિક બીમાર મહિલા બે દિવસથી અચાનક ગુમ થઇ હતી. બીજી બાજુ થરાદ-વાવ હાઇવે પરથી પસાર થતી નર્મદાની નહેરના પુલ પર ચંપલ પડેલાં મળ્યાં હતાં. આથી 25 વર્ષીય મહિલા નહેરમાં પડ્યાની આશંકાએ પરિવારના કહેવાથી પાલિકા તરવૈયા સુલતાન મીર દ્વારા શોધખોળ હાથ ધરાઇ છતાં કોઇ ભાળ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...