તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:માંગરોળ ગામે મેડિકલ સ્ટોર્સમાંથી પ્રતિબંધિત દવા સાથે એકની અટક

થરાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદના માંગરોળ ગામે મેડિકલ સ્ટોર્સમાંથી પ્રતિબંધિત દવાના જથ્થા સાથે એકની અટકાયત કરાઈ હતી. પોલીસે અલગ-અલગ પ્રકારની રૂ.1536ની કિંમતની ગોળીઓનો જથ્થો જપ્ત કર્યો હતો.

થરાદના એ.એસ.પી. પૂજા યાદવ અને પીઆઈ જે.બી.ચૌધરીને મળેલ બાતમીના આધારે સ્ટાફ સાથે થરાદના માંગરોળ ગામેથી વિનોદભાઈ ધીરજભાઈ ચૌધરી (રહે.રાજકોટ,તા.થરાદ) ની ચૌધરી મેડિકલ સ્ટોર્સમાં NDPS અંગે રેઇડ કરતા ચૌધરી મેડિકલ સ્ટોર્સમાંથી ગેરકાયેદસર પ્રતિબંધિત દવાની અલગ-અલગ પ્રકારની ગોળીઓનો જથ્થો કિંમત રૂ.1536નો રાખી કોઇપણ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતો મળી આવતા આરોપી વિનોદભાઈ ધીરજભાઈ ચૌધરી વિરુદ્ધ NDPS એકટ મુજબ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...