થરાદમાં આપઘાત:દોલતપુરા ગામે સમાજના અગ્રણીઓ દસ વર્ષથી ત્રાસ આપતા હોઇ સ્યુસાઈડ નોટ લખી યુવકની કેનાલમાં મોતની છલાંગ

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થરાદના દોલતપુરા ગામના યુવકે નર્મદા કેનાલમાં તરવૈયાની સામે જ દમ તોડ્યો

થરાદ તાલુકાના દોલતપુરા ગામના યુવકે સમાજના લોકો છેલ્લા દસ વર્ષથી હેરાન કરતાં હોવાની સ્યુસાઈડ નોટ લખી સોમવારે નર્મદા કેનાલમાં આપઘાત કર્યો હતો. સ્યુસાઈડમાં યુવકે એવા પણ આક્ષેપો કર્યા છે કે, થરાદ પોલીસમથકે ઉપરોક્ત શખસો સામે 9 માર્ચ 2013ના રોજ થરાદ પોલીસ મથકમાં અરજીઓ પણ આપવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.

સોમવારે બપોરે પાલિકાના તરવૈયા સુલતાન મીર અને તેમની ટીમ સોમવારે બપોરે બાર વાગ્યે કેનાલમાં પાણીની મોટર અંગેની કામગીરી કરી રહ્યા હતા. આ વખતે દોલતપુરા ગામનો નટવરભાઈ જગસીભાઈ પંડ્યા દોડતો દોડતો તેમની નજર સામે જ વાવ હાઈવે પર આસારામ આશ્રમ સામેના પૂલ નીચે કેનાલમાં પડ્યો હતો. જે તેમણે જોઈ લેતાં તેને બચાવવા માટે દોડ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ડુબી જતાં બચાવી શકાયો ન હતો. પંદરેક મિનિટમાં જ તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. બપોરે અઢી વાગ્યા સુધી તેનો મૃતદેહ કેનાલ ઉપર જ પડી રહ્યો હતો. આ અંગે પરિવારને જાણ કરાઈ હતી.

સ્યુસાઈડ નોટ: મારો દસ વરસથી વિરોધ કરે છે
પંડ્યા અંબારામભાઈ જગસીભાઈ, ધર્મીબેન અંબારામભાઈ, હેમંતભાઈ અંબારામભાઈ, નથાભાઈ જગસીભાઈ, શાંતાબેન નથાભાઇ તથા પ્રકાશભાઈ નાથાભાઈના ઉપર જે નામની યાદી બનાવી તે મારો દસ વર્ષથી વિરોધ કરે છે. એ મારા દુશમન માનો, 10 વર્ષ પહેલા મને મારા ઘરે આવીને માર મારી પલોટેથી નથાભાઇના ઘર સુધી મને મારતા આવ્યા હતા. સેંગલ રમેશભાઇ તથા ભાઇના પડોશી છે. તે આવ્યા એટલે મને પકડેલ હતો તે છોડાવ્યો એટલે હું રાત્રે 9 વાગ્યે બહાર દોડી ગયો. આજસુધી મારો વિરોધ કરે છે. આ બાબતે અરજી પોલીસ સ્ટેશને આપી હતી. અરજી માટે કયાંય કામ ની આવેલ. મારા ભાઇઓ મને એમ કહે છે.થરાદ,પાલનપુર કે ગાંધીનગર સુધી અને કોઇ પોલીસ ધમકી પણ ન આપી શકે. એટલી અમારામાં તાકાત છે. 2ને શુક્રવારની મારી છોકરીને તેમને ઘેર લઇ ગયેલ છે. અત્યારે એમને ઘેર છે.જનતા હાઇસ્કુલે આવીને છોકરીને તેડી જવાનું કહેતા મારા દોલતપુરા ગામના વ્યકિતને પુછી લેવાનું કે પંડ્યા નટવરભાઇ કેટલા વર્ષથી ઘેર આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...