રજૂઆત:વાવના ઢીમામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના મુદ્દે થરાદ એએસપીને રજૂઆત

થરાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્કાર વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ શાળામાં ઘૂસી હુમલો કર્યો હતો

ગત 29 એપ્રિલના રોજ સવારમાં વાવ તાલુકાના ઢીમામાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ સ્કુલમાં પ્રવેશી વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો કરી માર માર્યો હતો. આ બાબતે વિદ્યાર્થીના વાલીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે વાવ પોલીસની ઢીલી કામગીરીને લઇને બુધવારે થરાદના એએસપીને લેખિતમાં રજુઆત કરાઇ હતી.

ઢીમાની ઘટનાના મુદ્દે વિદ્યાર્થીના પિતાએ વાવ પોલીસમાં કરશનભાઇ સુજાભાઇ રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધ્યો હતો. જો કે ફરિયાદપક્ષે IPC કલમ 324,307નો ઉમેરો કરાવવા અને ફરિયાદીને ન્યાય મળે તે માટે તટસ્થ નિષ્પક્ષ તપાસ કરાવવા બુધવારે નાયબ પોલીસ અધિક્ષક થરાદને લેખિત રજુઆત કરી હતી.

વિદ્યાર્થીના પિતા અમીરામભાઇ ઢેમેચાએ કરેલી લેખિત રજુઆતમાં પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં પોલીસે ઈજા પામનાર સગીર છે તેમ કહી નિવેદન લેતી ન હોઈ કે કલમ ઉમરો કરતી ન હોઇ તેમજ ઈજા પામનારના શર્ટ કબજે લેતી ન હોઈ આ ઘટનાને ચાર દિવસ વિતવા છતાં આરોપી પોલીસ પકડથી દુર છે.

અન્ય સમાચારો પણ છે...