તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:થરાદ કોર્ટમાં અલગ-અલગ ગુનાના 12 આરોપીઓને સખત કેદની સજા

થરાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ કેસના આરોપીઓને એક વર્ષથી 7 વર્ષ સુધીની સજા તેમજ દંડ ફટકાર્યો

થરાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં શુક્રવારે અલગ-અલગ વિવિધ પ્રકારના 3 ગુનાઓના કેશ ચાલી જતાં ફરિયાદી પક્ષ તરફી સરકારી વકીલ આર.ડી.જોષી દ્વારા દલીલો કરાતાં ન્યાયાધીશ બી.એસ.પરમારે વિવિધ 3 ગુનાઓના મેસરા,વજેગઢ તેમજ વાવના ખીમાણાવાસ 12 આરોપીઓને એક વર્ષથી માંડીને સાત વર્ષ સુધીની સખતમાં સખત કેદની સજા સાથે દંડ ફટકાર્યો હતો.

સેશન્સ કોર્ટમાં કેશ નંબર 11/2018 આઈપીસી 324 ના ગુન્હામાં તકસીવાર ઠેરવી આરોપીઓ હીરાભાઈ દેવાભાઈ રબારી, રામજીભાઈ દેવાભાઈ રબારી, ગણેશભાઈ દેવાભાઈ રબારી ત્રણેય સગા ભાઈઓ (રહે.વજેગઢ,તા.થરાદ)ને 3 વર્ષની સજા તથા 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે બીજા સેશન્સ કેશ નંબર 69/2018 ઇપીકો કલમ 147/148/149ના ગુન્હાના આરોપીઓ નારણાભાઈ પ્રાગાભાઈ પટેલ, અનાભાઈ પ્રાગાભાઈ પટેલ, દિપાભાઈ પ્રાગાભાઈ પટેલ, ગણેશભાઈ પ્રાગાભાઈ પટેલ, તળશાભાઈ પ્રાગાભાઈ પટેલ (તમામ રહે.મેસરા,તા.થરાદ)ને 323માં 1 વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 2 હજારનો દંડ તેમજ 325ના ગુન્હામાં સખત ત્રણ વર્ષની સજા તેમજ રૂપિયા 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

જ્યારે ત્રીજો નવેમ્બર 2013માં વાવના ખીમાણાવાસ ગામે યુવાનના પેટમાં 4 શખ્સો દ્વારા ખંજર ભોકી આંતરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિશ કરતાં 307 સહિતની અન્ય કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેનો સેશન્સ કેશ નંબર 17/2018 તકસીવાર ઠેરવી આરોપીઓ હરસંગભાઈ મનજીભાઈ રાજપૂત, ભૂરાભાઈ રગનાથભાઈ રાજપૂત, જોધાભાઈ રગનાથભાઈ રાજપૂત, રાણાભાઈ રગનાથભાઈ રાજપૂત (તમામ રહે.ખીમાણાવાસ, તા.વાવ)ને સાત વર્ષની સજા તેમજ રૂપિયા દશ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ નહિ ભરે તો વધુ 3 માસની સાદી કેદ ફરમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો