તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:થરાદના વાડિયામાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસની ખાનગી ગાડી પર પથ્થરમારો

થરાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 મહિલાઓનું ટોળું આરોપીને છોડાવવા ધસી આવતા હંગામો,2ની અટકાયત

થરાદના વાડિયા ગામે ગુરુવારે દારૂની રેડ કરવા જતાં પોલીસની ખાનગી ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીના કાચ તોડતાં થરાદથી અન્ય પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 15 જેટલી મહિલાઓના ટોળાએ આરોપીને છોડાવવા આવી જતા પરિસ્થિતિ વણસી હતી. થરાદ પોલીસે આ મામલે ગુન્હો નોંધી 2ની અટકાયત કરી હતી.

થરાદ નજીક આવેલા વાડિયા ગામે ગુરુવારે પોલીસ સ્વીફ્ટ ગાડી સાથે વાડિયા ગામે જતાં પોલીસની ગાડી પર પથ્થરમારો કરતાં ગાડીનો કાચ ફૂટી ગયો હતો. દરમિયાન પોલીસ થરાદ પોલીસ મથકે પહોંચી અન્ય ગાડીઓ સાથે પોલીસ કાફલો ફરી વાડિયા ગામે પહોંચી ગયો હતો. અને દારૂની બદી સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજીતરફ ગામના એક રહીશે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પોલીસે અગાઉ રેડ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. હવે બીજીવાર આવતા લોકોએ હંગામો કરતા આ સ્થિતિ સર્જાઈ હતી અને મહિલાઓ પર લાઠીઓ ઉગામી હતી. દારૂની રેડમાં 15 મહિલાઓએ પોલીસ પર હુમલો કર્યો હતો.

વાડિયા ગામે પોલીસની ટીમ ખાનગી વાહનમાં દારૂના કેસમાં રેડ કરવા ગઇ હતી. ત્યારે આરોપીને બચાવવા માટે 15 જેટલી સ્થાનિક મહિલાઓએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસના કોઈ કર્મચારીને ઈજા થવા પામી નથી. ખાનગી વાહનને નુકસાન થયું છે. પથ્થરમારાની ઘટના બની નથી. પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. >તરુણ દુગગલ (જિલ્લા પોલીસ વડા, બનાસકાંઠા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો