કાર્યવાહી:થરાદ,વાવમાં લૂંટ-ચોરીમાં સંડોવાયેલા છ ઝબ્બે

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ ત્રણ બનાવોનો ભેદ ઉકેલ્યો : રૂ.5.06 લાખનો મુદ્દામાલ કબજે લીધો

થરાદ,વાવમાં લૂંટ અને ચોરીમાં સંડોવાયેલા છ ની ગેંગને પોલીસે ઝડપી લીધી હતી.જેમાં ત્રણ બનાવોનો ભેદ ઉકેલાયો હતો.પોલીસે 5.06 લાખનો મુદ્દામાલ કબજે લીધો થરાદ-સાંચોર હાઇવે પર પાણીના ટાંકા પાસે રહેતા અમરતભાઇ રોશનલાલ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ 30 ઓગષ્ટ-2021ના રાત્રિના આશરે સવાત્રણ વાગ્યાના સુમારે તેઓ સુતેલ હતા. તે વખતે તેમના ગળામાંથી ઝુંટ મારીને ભાગેલો એક અજાણ્યો 25 થી 30 વર્ષનો શખસ રોડ પર એક પીકઅપ ડાલામાં બેસીને નાસી છુટ્યો હતો. જેના કેમેરા ચેક કરાવતાં મોઢે રૂમાલ બાંધેલ અને પેન્ટ-શર્ટ પહેરેલ જણાઇ આવ્યું હતું.

આ બનાવ અંગે થરાદ પોલીસે અજાણ્યા શખસ સામે રૂપિયા 1,20,000ની કિંમતની ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. બીજી બાજુ જિલ્લાની એલસીબી પોલીસના કર્મચારીઓ વાવ પોલીસ મથકના લુંટના અનડિટેક્ટ ગુનાની તપાસમાં હતા. આ વખતે વાવ ચાર રસ્તા હોટલ પર છ શખસો બેઠેલા હતા અને તેઓ સોનાની ચેન વેચવાની વાત કરતા હતા. તેમજ બધા જીજે-08-સીજી-1033 નંબરની ઇકો કારમાં થરાદ બાજુથી આવનાર હોવાની બાતમી મળી હતી.

આથી એલસીબી પોલીસે થરાદ-ઢીમા ત્રણ રસ્તા પાસેથી ઉપરોક્ત નંબરની કાર રોકાવી તેમાં બેઠેલા શખ્સોની યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતાં વાવ પોલીસ મથકના લૂંટ તથા થરાદના ચોરીના બે મળીને ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે સોનાની ચેન કિંમત રૂપિયા 1,43,000, સોનાની રણી કિંમત રૂપિયા 1,20,000, સાત મોબાઇલ કિંમત રૂપિયા 43,500 અને 2 લાખની ઇકો કાર મળીને કુલ રૂપિયા 5,06,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ
1. થાનાભાઇ માદેવભાઇ રાજપુત (રહે.વાંઢીયાવાસ,તા.વાવ),2. અલ્પેશભાઇ ખાનાભાઇ ઠાકોર (રહે.પઠામડા,તા.થરાદ),3. ભુપતભાઇ કરશનભાઇ નાઇ (રહે.ખીમાણાપાદર,તા.વાવ),4. દિનેશભાઇ રેવાભાઇ ચૌધરી (રહે.રોયટા,તા.ભાભર),5. હઠાભાઇ નારણભાઇ ગોહીલ (રહે.ખીમાણાપાદર,તા.વાવ),6. ધનજીભાઇ ખોડાભાઇ રાજપુત (રહે.અસારા,તા.વાવ),7.ગીરીશવન વોકવન ગૌસ્વામી(રહે.કરબુણ,તા.થરાદ)

અન્ય સમાચારો પણ છે...