કાર્યવાહી:થરાદમાંથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરતો સણાવિયાનો યુવક ઝડપાયો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.37 લાખના મુદ્દામાલ કબ્જે લઇ એક વિરુદ્ધ ગુનો નોંધાયો

થરાદમાંથી એલ.સી.બી., એસ.ઓ.જી. અને થરાદ પોલીસે મળીને માદક પદાર્થ એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા થરાદના સણાવિયા ગામના શખ્સને રૂ.29,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો તેમજ વધુ કાર્યવાહી કરી હતી. બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી. અને થરાદ પોલીસ વિસ્તારમાં ચૂંટણી સંબંધી પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન એલસીબી શાખાના કર્મીઓને મળેલી બાતમી આધારે નાગલા પુલ પાસે સ્વીફ્ટ કાર નંબર જીજે-12-ડીએ-8444 માં ચેકીંગ કરતાં ચાલક વિક્રમભાઇ ભલાભાઈ રાજપુત (રહે.સણાવિયા,તા.થરાદ) પાસેથી માદક પદાર્થ એમ.ડી ડ્રગ્સ 2.900 ગ્રામ કિંમત રૂ.29,000 મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ તથા અન્ય મળી કુલ રૂપિયા 4,37,000 ના મુદ્દામાલ સાથે વિક્રમભાઇ સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માવસરી પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...