થરાદ પંથકની એક સગીરાનું પંથકના એક યુવકે અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ તાલુકાના એક ગામની સગીરા સાથે તાલુકાના દોલતપુરા ગામના શૈલેષભાઈ નથાભાઇ પંડ્યાએ લગ્ન કરવાની લાલચ આપીને બે દિવસ પૂર્વે લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો. તેમજ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે સગીરાના પિતાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરનાર હવસખોર સામે પોકસો એક્ટ સહિતની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને થરાદ પંથકમાં ફિટકારની લાગણી પ્રસરી જવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.