તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:પાણી ન છોડાતાં થરાદના સાબાના ખેડૂતોએ કેનાલમાં માટી વડે પુરાણ કરી રોષ ઠાલવ્યો

થરાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાબાના ખેડૂતોએ કેનાલમાં માટી વડે પુરાણ કરી રોષ ઠાલવ્યો. - Divya Bhaskar
સાબાના ખેડૂતોએ કેનાલમાં માટી વડે પુરાણ કરી રોષ ઠાલવ્યો.
 • રજૂઆતો કરવા જતાં નર્મદા વિભાગના અધિકારીઓ મનમાની કરતાં ખેડૂતો વિફર્યા

થરાદના સાબા ગામની સીમમાં આવેલી પીરગઢ માઇનોર કેનાલમાં સમયસર પાણી નહિ આવતાં 400 હેકટર ખેતીની જમીનમાં વાવેતર કરેલો રવીપાક મુરજાવવા લાગતાં ખેડૂતો રોષે ભરાઈ ખેતરની માટી વડે કેનાલમાં પુરાણ કરી નર્મદા વિભાગ સામે રોષ ઠાવલી રહ્યા છે. થરાદ તાલુકાના છેવાડે આવેલા સાબા ગામના ખેડૂતોને નર્મદા વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી દરેક ઋતુમાં સમયસર સિંચાઈનું પાણી નહિ મળતાં સરદાર સરોવર નર્મદા વિભાગ તેમજ મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆતો કરવા છતાં કેનાલ પાણી વિના જોવા મળી રહી છે.

આથી ખેડૂતોએ રવિ સીઝનમાં વાવેતર કરેલા જીરું, રાયડો, ઘઉં તેમજ પશુપાલન નિભાવવા ઘાસચારા માટે મકાઈનું વાવેતર કર્યું છે. જેથી કેનાલમાં સમયસર પાણી નહિ આવતાં નર્મદા વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવાથી નર્મદા વિભાગના અધિકારીઓ સરખો જવાબ નહિ આપી ખેડૂતો સાથે મનમાની કરી પાણી છોડતા નથી. આથી શુક્રવારે સાબા ગામના મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ કેનાલ ઉપર ઘસી આવી પાણી વિનાની કેનાલમાં ખેતરની સૂકી માટી નાખી કેનાલમાં પુરાણ કરવાનો દેખાવ કરી નર્મદા વિભાગ સામે રોષ વ્યકત કર્યો હતો.

સ્થાનિક ખેડૂત દીપકભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ‘ગડસીસર ડિસ્ટ્રીબ્યુટીમાંથી પસાર થતી પીરગઢ માઇનોર કેનાલ 11 કિલોમીટરના અંતરે સાબાની સીમમાં આવે છે. જેમાં 0 થી 1200 મીટર સુધીની પાછળ કેનાલ ઓવરફ્લો થઈને ઉભરાઈ જાય છે. જેથી આગળ પાણી પહોંચતુ નથી. ત્યાં સેક્સન નાના બનાવેલ હોવાથી કેનાલનું પાણી ઓવરફ્લો થાય છે. કેનાલમાં પાઇપ લાઈન સેક્સન મોટી સાઇઝના નાખવા અમારી માંગ હતી પરંતુ પીરગઢ માઇનોર કેનાલ એસ્ટીમેન્ટ મુજબ બનાવેલ નથી. જેમાં અમોને સમયસર પાણી મળતું નથી.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો