ખેડૂતોમાં રોષ:પાણીની રજૂઆત માટે આવેલા થરાદના સાબાના ખેડૂતે વિડીયો ઉતારતાં અધિકારીએ ચાલતી પકડી

થરાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદાવિભાગની કચેરીમાં વિડીયો ઉતાળતાં અધિકારી ઉશ્કેરાયા. - Divya Bhaskar
નર્મદાવિભાગની કચેરીમાં વિડીયો ઉતાળતાં અધિકારી ઉશ્કેરાયા.
  • અધિકારીએ ઉશ્કેરાઇને કહ્યું તમારાથી થાય તે કરી લો કહીં ઓફિસમાં જતા રહેતાં ખેડૂતોમાં રોષ

ચાર વર્ષથી સિંચાઇના પાણી માટે ટળવળતા થરાદના સાબા ગામના ખેડૂતોને અધિકારીએ કચેરીમાં ગુરુવારે બોલાવ્યા હતા. દરમિયાન એક ખેડૂતે અધિકારીનો વિડીયો ઉતારતાં અધિકારીએ આવેશમાં આવીને ચાલતી પકડી હતી અને ઉશ્કેરાઇને કહ્યું તમારાથી થાય તે કરી લો કહીં ઓફિસમાં જતા રહ્યા હતા. ત્યારે ખેડૂતો ઓફિસમાં આવતાં જ અધિકારીએ અંદરથી દરવાજો બંધ કરતાં હોબાળો મચ્યો હતો. થરાદના સાબા ગામના ખેડૂતોને બોલવાતાં તેઓ ગુરુવારે સિંચાઇ માટે પાણીના પ્રશ્નને લઇને થરાદમાં નર્મદા વિભાગની કચેરીએ આવ્યા હતા.

જ્યાં તેમણે ઇ.ઇજનેર એ.આર.પટેલને રજૂઆત અંગેનો વિડીયો રેકોર્ડ પણ કરતાં તેમણે ગિન્નાઇને રેકોર્ડિંગ બંધ કરવા જણાવ્યું હતું. જો કે,ખેડૂતો નહીં માનતાં તમારે જે કરવું હોય તે કરો તેમ કહીને તેમની ચેમ્બરમાં જતા રહીં અંદરથી લોક કરી દીધું હતું. ત્યારબાદ થોડીવાર પછી સિક્યુરીટીને સાથે રાખીને તેમની રજૂઆત સાંભળી હતી.પરંતુ સાબા ડીસ્ટ્રીબ્યુટરીમાંથી નિકળતી પીરગઢ કેનાલમાં સિંચાઇ માટે પાણી નહીં મળતાં ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો અનુભવી રહ્યા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી કેનાલ બનેલી હોવા છતાં પણ પાણી મળતું નથી. વગર પાણીએ કેનાલો તુટેલી છે તેને રિપેર કરાતી નથી.આ અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તેમની રજુઆત કોઇ સાંભળતું જ નથી. આથી હવે જો પાણી નહીં મળે તો આંદોલન છેડાશે તેમ પણ ખેડૂતોએ ઉમેર્યું હતું.’ આ અંગે નર્મદા વિભાગના ઇ.ઇ. એ.આર.પટેલે જણાવ્યું કે ‘અગત્યના કામ માટે બહાર જવાનું હોવાથી સમય મળ્યો ન હતો. આથી ખેડુતોની રજૂઆત સાંભળવા બોલાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...