તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રૂ. 2.80 લાખ લઇ ભાગતાં શખ્સ સામે લૂંટનો ગૂનો નોંધાયો

થરાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુધવા ગામના રમેશભાઇ શંકરભાઇ પુરોહીત સોમવારના રોજ થરાદ બેન્ક ઓફ બરોડામાંથી પાક ધિરાણના રૂ.2,38,000 ઉપાડીને તેમના પીકઅપ ડાલામાં તેઓના ઘરે જતા હતા. ત્યારે દુધવા ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ ખાતે ડાલામાં ડીઝલ ભરાવતા ત્યારે એક શખ્સ જીપડાલામાંથી કેશ ભરેલી થેલી લઇને ભાગવા જતાં પેટ્રોલ પંપના કર્મચારીઓએ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે રમેશભાઇની ફરિયાદના આધારે લૂંટ કરનાર શખ્સ મોનુ શોભારામ સાસી (સીસોદીયા) (રહે.કડીયા,તા.પચોરે, જિ.રાજગઢ-એમપી) સામે લૂંટનો ગૂનો નોંધી કોરોના પરિક્ષણ કરાવી અટક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...