કામગીરી:થરાદના સેદલા ગામમાં દબાણ હટાવી રસ્તા ખુલ્લા કરાવાયાં

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પંચાયત દ્વારા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. - Divya Bhaskar
પંચાયત દ્વારા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
  • ગામથી આજુબાજુ જોડતા માર્ગો પર 12 દબાણદારોનો કબજો હતો

થરાદના સેદલામાં સોમવારે ગ્રામ અને તાલુકાપંચાયત દ્વારા રસ્તાઓનાં દબાણો દુર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચારે બાજુ જોડતા 20,000 ચો.મી.દબાણના રસ્તા ખુલ્લા કરાવાયા હતા. થરાદના સેદલામાં ગત જુલાઇ માસમાં દુર કરાવવામાં આવેલાં રસ્તાનાં દબાણો પૈકી બાકી રહેતાં સોમવારે ગ્રામપંચાયત દ્વારા તેને દુર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અનિલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ‘તાલુકા પંચાયતના બંન્ને સર્કલ ઇન્સપેક્ટર શબ્બીરભાઇ મનસુરી અને સંજયભાઇ નાયી તથા તલાટી રતનશીભાઇ પટેલ, ભુરાભાઇ પરમાર, એલ.કે.પટેલ સહિત 10 કર્મચારીઓ દ્વારા સોમવારે જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામના 12 જેટલા દબાણદારો પાસેથી સેદલાથી મોરીલા, નાનોલ, ઉંદરાણા અને ટરૂવાને જોડતા માર્ગો પરની 20,000 ચો.મી.જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.’

અન્ય સમાચારો પણ છે...