અકસ્માત:થરાદમાં છકડો રિક્ષા અને ઇકો અથડાતાં રિક્ષા ચાલકનું મોત

થરાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતને પગલે બંને બાજુ ટ્રાફિકજામ થયો હતો

થરાદમાં ગુરુવારે જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક ઇકો અને છકડો રિક્ષા વચ્ચે અથડાતાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘવાતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. થરાદમાં ગુરુવારે જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક ઇકો (જીજે-08-સીસી-4289) અને છકડો રિક્ષા (જીજે-08-એટી-0230) વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઇકો ચાલક વાવ તાલુકાના વાવડીના ભરતભાઇ સેગલ અને છકડો રિક્ષા ચાલક થરાદના નવીનભાઇ કરશનભાઇ માળી ગંભીર રીતે ઘવાયા હતા. 108ને જાણ કરાતા થરાદ 108ના પાયલોટ અરવિંદસિંહ સિસોદિયા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં છકડો રીક્ષા ચાલક નવીનભાઈ માળીનું થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. થરાદનગરના હાર્દસમા વિસ્તારમાં દુર્ઘટનાને પગલે બંને બાજુ ટ્રાફિકજામ થવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...