રજુઆત:થરાદની હાઇવેની સોસાયટીઓના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરો ભરવા છતાં પીવા માટે પાણી પણ મળતું નહી હોઇ પ્રાંતને આવેદનપત્ર

થરાદની આનંદકૃપા સોસાયટીના રહીશોએ નગરપાલિકાને વેરો ભરતા હોવા છતાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી નહીં હોઇ બુધવારે નાયબ કલેકટર અને નગર પાલિકામાં આવેદનપત્ર સ્વરૂપે લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. આ વખતે ત્રણેય સોસાયટીના બહોળી સંખ્યામાં રહીશો રજુઆત માટે દોડી આવ્યા હતા.

થરાદની આનંદકૃપા સોસાયટીના રહીશો દ્વારા બુધવારે સાંજે થરાદના નાયબ કલેક્ટર કચેરીમાં તેમજ નગરપાલિકામાં પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના રહીશો દેવરામભાઈ પ્રજાપતિ, વિક્રમભાઈ જોશી, વાલજીભાઈ મઢવી, પ્રવીણભાઈ પટેલ, કરસનભાઈ રાવળ, વાઘજીભાઈ પટેલ, ભરતભાઈ સુથાર સહિતોએ લેખિત તેમજ મૌખિક રજુઆત કરતાં જણાવ્યું હતું કે ‘સોસાયટીમાં 200 થી વધારે રહેણાંક મકાન આવેલાં છે.

સોસાયટી બન્યાંને લગભગ 6 વર્ષ થયા હોવા છતાં કોઈ પણ ગટર, સ્ટ્રીટ લાઈટ કે પાણીની સુવિધા મળતી નથી. જો કે ઉનાળામાં સૌથી વધુ વિકટ પ્રશ્ન પાણીનો હોવાના કારણે તેમણે પીવા અને વાપરવાનું પાણી વેચાતું ભરાવવું પડતું હોવાથી ઝડપીથી પાણી આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી.’

સ્થાનિક રહીશ વાધજીભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘હું થરાદમાં છેલ્લા દશેક વર્ષથી રહું છું પણ પાણી માટે આજ સુધી નગરપાલિકા દ્વારા કે કોઈપણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. નગરપાલિકા દ્વારા પાણી વેરો પણ લેવામાં આવે છે છતાં પાણી આપવામાં આવતું નથી. પરિણામે રહીશો આજદિન સુધી પાણીથી વંચિત છે. સ્ટ્રીટ લાઇટ, ગટર કોઇ પણ સુવિધા નગરપાલિકા આપતી નથી.’

અન્ય સમાચારો પણ છે...