તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:થરાદના વાઘસણના તલાટીની લોકો તોછડો વર્તન કરતાં હોવાની રાવ, તલાટી કમમંત્રી મંડળ અને સરપંચ એસોશિએશન દ્વારા રજૂઆત

થરાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદ તાલુકાના વાઘસણ ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સામે ગામના ઇસમે બિભત્સ વર્તન કરી ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવતાં તલાટી કમમંત્રી મંડળ દ્વારા પોલીસ મથકે કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરી હતી.

વાઘસણ ગ્રામ પંચાયતમાં ગામના ઇસમે આઈટીઆઈ હેઠળ પંચાયતને લગતી માહિતી માંગી હતી. જેમાં કોઈપણ બાબતનું મનદુઃખ રાખી તલાટી કમ મંત્રી સાથે ગામના ફુલાભાઈ છતરાભાઈ ઘાંચીએ બીભત્સ વર્તન કરી ખરાબ ભાષાનો ઉપયોગ કરી ધમાલ મચાવી હતી. જેથી તાલુકા તલાટી કમ મંત્રી મંડળ રોષે ભરાઇ પોલીસ મથકે લેખતી અરજી આપી હતી.

તાલુકા તલાટી મંડળે લેખિતમાં જણાવ્યું હતું કે તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં અમારા તલાટી કમ મંત્રીઓ ફરજ બજાવતા હોય છે. ત્યારે ઘણી વખત અસામાજિક તત્વો દ્વારા ખરાબ વર્તન તેમજ ઉગ્ર બોલાચાલી કરવામાં આવતી હોય છે, જેવી બાબતોની રજૂઆતો અમારા મંડળને મળતી હોય છે. જેથી આવા લોકોના લીધે સરકારી કામગીરી કરવામાં વિક્ષેપ પડતો હોય છે. જેમાં કર્મચારી મનોબળને અસર થતી હોય છે. જેથી આવું ખરાબ વર્તન કરનારાઓ સામે કડક પગલાં ભરી યોગ્ય કાર્યવાહી કરવા તલાટી કમ મંત્રી મંડળ તેમજ સરપંચ એસોશિએશન દ્વારા પોલીસ મથકે આવી પી.આઇ. જે.બી.ચૌધરીને લેખિત રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો