તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:થરાદના માંગરોળ ગામના 12 વર્ષથી પડતર પ્રશ્નો, પ્લોટનો નિકાલ કરાયો

થરાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 ગરીબ લાભાર્થીઓને પંચાયત દ્વારા પ્લોટની ફાળવણી કરાઈ

થરાદના માંગરોળમાં 12 વર્ષથી પડતર પ્રશ્નો અને પ્લોટનો સાંસદની ભલામણથી નિકાલ કરાયો હતો. ત્યારે મંગળવારે 25 ગરીબ લાભાર્થીઓને પંચાયત દ્વારા પ્લોટની ફાળવણી કરાઈ હતી. માંગરોળમાં બાર વર્ષથી વંચિત લાભાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતા મફત પ્લોટના પડતર પ્રશ્નનો નીકાલ સાંસદ સભ્ય પરબતભાઈ પટેલની ભલામણથી નિકાલ કરાયો છે.

મંગળવારે 25 ગરીબ લાભાર્થીઓને પંચાયત દ્વારા પ્લોટની ફાળવણી કરાઈ હતી. આ પ્લોટ ટીડીઓ વિજયભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઇ માળી, વિસ્તરણ અધિકારી સંજયભાઈ નાઈ, તલાટી કનુભાઈ જોષી, સર્કલ ઓફિસર પ્રકાશભાઇ પટેલ, સરપંચ મોડાભાઈ, કરણપુરા સરપંચ જેતસીભાઇ વી.પટેલ, કાળુંભાઇ પટેલ અને યુવા ભાજપના અગ્રણીની મહેનતથી મળ્યા હોવાનું લાભાર્થીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...