તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:થરાદના જાહેર વિસ્તારમાં ધમધમતા કતલખાનાં બંધ કરાવવા લોકમાંગ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સંગઠનો દ્વારા નાયબ કલેકટરને આવેદન અપી કાર્યવાહી કરવા માંગ

થરાદમાં બજરંગદળ, વિશ્વહિંદુપરિષદ અને જીવદયા ગૌસેવા સંગઠનના યુવકો દ્વારા મંગળવારે થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં થરાદ નગરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે કતલખાનાં ધમધમતાં હોઇ તેને બંધ કરાવાવની માંગણી કરવામાં આવી હતી. જીવદયાપ્રેમીઓએ જણાવ્યું હતું કે સોમવારથી હિંદુઓનો પવિત્ર શ્રાવણમાસ શરૂ થયો છે. ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ પુર્વક ભગવાનની આરાધના કરવામાં આવે છે. જ્યારે નગરના કેટલાક વિસ્તારમાં કસાઇઓ દ્વારા હાટડીઓમાં ખુલ્લેઆમ ચોકમાં માંસનુ વેચાણ કરવામાં આવે છે.

જેનાથી મંદિરમાં આવતા દર્શનાર્થીઓ અને હિન્દુધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. પવિત્ર શ્રાવણમાસ દરમિયાન થરાદ તાલુકામાં ચાલતા કતલખાનામાં કરવામાં આવતી અબોલ જીવોની હત્યા અને જાહેર કે ખાનગીમાં ચાલતી માંસ મટનની હાટડીઓ તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

નાયબ કલેકટરે તેમની માંગણી અંગે યોગ્ય કાર્યવાહી કરાવવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમમાં મયુરભાઈ દવે, મનીષભાઈ જાની, કિશનગિરિ ગોસ્વામી, દિનેશભાઈ,નરેશભાઈ બ્રાહ્મણ, જયેશભાઈ દરજી, લક્ષ્મણભાઈ પંડ્યા, નરેશનાથ, જનકસિંહ દરબાર સહિત સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...