તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતનું રહસ્ય અકબંધ:થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ઝંપલાવી પ્રેમીયુગલે આત્મહત્યા કરતાં ચકચાર

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાની ટીમ દ્વારા 6 કલાકની શોધખોળ બાદ મૃતદેહો બહાર કઢાયા હતા. - Divya Bhaskar
પાલિકાની ટીમ દ્વારા 6 કલાકની શોધખોળ બાદ મૃતદેહો બહાર કઢાયા હતા.
  • બંને પ્રેમી અલગ અલગ ગામના અને પરિણીત હતા
  • ફાયર ટીમ દ્વારા 6 કલાકની શોધખોળ બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલમાં દૂધ શીત કેન્દ્ર પાસે રવિવારે સવારે પ્રેમી યુગલએ ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ દ્વારા 6 કલાકની શોધખોળ બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

થરાદના ખાનપુર પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં રવિવારે સવારે કોઇ પડ્યું હોવાની આશંકાએ રાહદારીઓ દ્વારા નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરનું ધ્યાન દોરતાં તેમની ટીમ દ્વારા કેનાલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તરવૈયા સુલતાન મીર અને ફાયર ટીમ દ્વારા 6 કલાકની શોધખોળ બાદ થરાદ તાલુકાની આ મુખ્ય કેનાલમાં દૂધ શીત કેન્દ્ર પાસેથી યુવક અને યુવતી બન્નેની લાશો મળી આવી હતી. જેમનું નામ કિરણકુમાર ચંદુલાલ વ્યાસ (ઉંમર-27 વર્ષ, રહે.ખાનપુર, તા.થરાદ) તથા સોનલબેન અમીરાંમભાઈ જોષી (ઉંમર-21 વર્ષ,રહે.ડેડાવા) બંન્ને પરિણીત હોવાનું ચર્ચાતું સાંભળવા મળ્યું હતું.પરિવારો દ્વારા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...