તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:થરાદના લેડાઉમાં ત્રણ રહેણાંક મકાનમાંથી વીજચોરી પકડાઇ

થરાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ ચેકીંગ સ્કવોર્ડ ત્રણેયને કુલ રૂ. 32 હજારનો દંડ ફટકાર્યો

તાલુકાના લેડાઉ ગામે પ્લોટ વિસ્તારમાં વીજ ચોરી થતી હોવાની બાતમી પાલનપુર યુજીવીસીએલને મળતાં સોમવારે જિલ્લા સર્કલ કચેરી વિભાગમાંથી વીજ ચેકીંગ સ્કવોર્ડ ટીમ કાફલા સાથે લેડાઉ ગામે ત્રાટકી હતી. જેમાં ત્રણ રહેણાંક મકાનમાંથી વીજ ચોરી પકડાતાં ત્રણેયને કુલ રૂ. 32 હજારનો દંડ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલનપુર યુજીવીસીએલ વિભાગને ગુપ્તચર માહિતી આધારે સોમવારે જિલ્લા સર્કલ કચેરી વિભાગમાંથી વીજ ચેકીંગ સ્કવોર્ડ ટીમ કાફલા સાથે થરાદના લેડાઉ ગામે ત્રાટકી હતી. જેમાં બિન અધિકૃત વીજ પુરવઠો વાપરતા રહેણાંકોમાં ચેકીંગ હાથ ધરવામાં આવતાં પ્લોટ વિસ્તારને અડીને આવેલા બે ફાર્મ હાઉસના માલિકો તેમજ એક અન્ય પ્લોટ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાન માલિક બિનધિકૃત વીજ તાર પર આંકડી નાખી છેલ્લા કેટલાક સમયથી વીજ ચોરી કરતા પદમસિંહ ઉકજી ચૌહાણ, ઇન્દ્રસિંહ ગુલાબસિંહ ચૌહાણ, રમેશભાઈ રાહાભાઈ દલિત પકડાઇ જતાં તેમની સામે કુલ 32 હજાર રૂપિયા દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...