તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:થરાદના લેડાઉમાં ત્રણ મકાનમાંથી વીજચોરી પકડાઇ

થરાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના લેડાઉ ગામે પ્લોટ વિસ્તારમાં વીજ ચોરી થતી હોવાની બાતમી પાલનપુર યુજીવીસીએલને આપતાં સોમવારે જિલ્લા સર્કલ કચેરી વિભાગમાંથી વીજ ચેકીંગ સ્કવોર્ડ ટીમ કાફલા સાથે લેડાઉ ગામે ત્રાટકી હતી. જેમાં ત્રણ રહેણાંક મકાનમાંથી વીજ ચોરી પકડાતાં ત્રણેયને કુલ રૂ. 32 હજારનો દંડ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજકંપનીની કામગીરીથી ગામમાં વીજચોરી કરતાં ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...