કામગીરી:થરાદના રામપુરાથી આજાવાડા રોડ પરનો ખાડો પુરવા રેત નાખી

થરાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદના રામપુરાથી આજાવાડાને જોડતા રોડ પર પાઇપલાઇન લીકેજ થવાના કારણે મોટો ખાડો પડવા પામ્યો હતો. આ અંગેનો અહેવાલ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. જો કે ખાડાનું વ્યવસ્થિત મરામત કરવાના બદલે તંત્રએ માત્ર કરવા ખાતર તેમાં રેત નાખીને પુરવાનો પ્રયાસ કર્યો હોવાનું વાહન ચાલકો અને ગ્રામજનોએ જણાવ્યું હતું. રેતના કારણે ખાડો ન દેખાતાં આ રસ્તેથી પસાર થતા અજાણ્યા રાહદારી વાહનચાલક અથવા તો રાત્રિના સમયે કોઈપણ વાહન ચાલક સાથે દુર્ઘટના સર્જાવાની દહેશત છે.

અન્ય સમાચારો પણ છે...