તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:થરાદની બે મેડિકલોમાં પોલીસના દરોડા પ્રતિબંધીત દવાઓ પરીક્ષણ માટે મોકલી

થરાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 67,547 ની 17 ટેબ્લેટના અલગ અલગ પેકેટ એફએસએલ માટે મોકલ્યા

થરાદ મેડિકલ સ્ટોર તેમજ એજન્સીમાં ગેરકાયદેસર પ્રતિબંધિત ડ્રગ્સ દવાઓ વેચાતી હોવાની બાતમી મળતાં મદદનીશ એસપીએ ગુરુવારે પોલીસ કાફલા સાથે રેડ કરી 8 કલાક સુધી મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી જાણવા જોગ નોંધ કરી છે.

થરાદ સ્ટેશન રોડ પર આવેલી લક્ષ્મી મેડિકલ તેમજ અંબિકા મેડિકલ એજન્સીમાં ગુરુવારે બપોરે રેડ કરવામાં આવી હતી. જેમાં મેડિકલ સ્ટોર તેમજ તેની ઉપરના માળે આવેલ મેડિકલ એજન્સીમાં સતત રાત્રીના 8 કલાક સુધી બંધ બારણે તપાસ હાથ ધરાતાં રોડ પર એકસાથે ચાર જેટલી સરકારી પોલીસ વાન ગાડીઓ ઉભી રહેતાં બહાર રસ્તા પર લોકોના ટોળા ઉમટ્યા હતા. જેમાં તપાસમાં નશાની દવાઓનો જથ્થો પરીક્ષણ અર્થે કબ્જે લેવાયો હતો.એફએસએલ અધિકારી ડી.એમ. પટેલ, ડ્રગ્સ ઇન્સપેક્ટર સી.જી.પટેલને સ્થળ પર બોલાવી ઝડપાયેલી દવાના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી પીઆઇ જે.બી.ચૌધરીએ વસંતભાઈ રાણાજી ત્રિવેદી (રહે.શિવનગર-થરાદ) સામે જાણવા જોગ ગુન્હો નોંધવામાં આવેલ છે.

આ અંગે પીઆઇ જેબી ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ઝડપાયેલી દવાઓમાં પ્રતિબંધિત ડ્રગ્સ હોઈ જેનું બિનકાયદેસર વેચાણ પર એન ડી પી એસ હેઠળ ગુન્હો બનતો હોય છે. જેથી કુલ દવાનો જથ્થો કિંમત રૂપિયા 67,547 ઝડપી જેમાંથી 17 ટેબ્લેટના અલગ અલગ પેકેટ એફએસએલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...