માંગ:થરાદ પોલીસ દ્વારા વાડીયા ગામના બંને બાજુના પ્રવેશ માર્ગો પર પોઇન્ટ ગોઠવાયા

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં અનૈતિક પ્રવૃતિ ચાલતી હોઇ કાયમી ચોકી કે પોઇન્ટની માંગણી ઉઠી

દેહના વ્યાપારમાં કુખ્યાત થરાદના વાડીયા ગામમાં પોલીસ દ્વારા એક અઠવાડીયું પોઇન્ટ ગોઠવીને સઘન કામગીરી કરાતાં અસામાજીક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી. આથી વડગામડાના ગ્રામજનોમાં પોલીસ દ્વારા કાયમી આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

થોડા દિવસ અગાઉ જ થરાદના પોલીસ ઇન્સ્પેકટરને વડગામડાના માજી ડેપ્યુટી સરપંચ દ્વારા વાડીયાના કેટલાક યુવાનો ઓવરસ્પીડમાં વાહનો હંકારતા હોવાની રજુઆત કરી હતી જેના પગલે પોલીસકર્મીઓ અને જીઆરડીના માણસો ગોઠવીને એક અઠવાડીયાથી બંન્ને બાજુ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ પરિસ્થિતીમાં સુધાર આવતાં શુક્રવારથી પોઇન્ટ બંધ કરવામાં આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. વડગામડાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પઠામડાને જોડતો રસ્તો વાડીયામાંથી પસાર થતો હોઇ વાડીયામાં ચાલતી દેહવ્યાપારની અનૈતિક પ્રવૃતિ કરાવવા ઉભા રહેતા દલાલ યુવકો તેમના સંબંધીઓને આંતરીને છેતરીને લુંટફાટ કરતા હોય છે. બહારના માણસોને હથીયાર બતાવીને લુંટવામાં આવતા હોય છે.

આથી ખેડુતો માટે આવતા દાડમના વેપારીઓ પણ આવતા બંધ થઇ ગયા છે. પોલીસ દ્વારા કાયમી ચોંકી ઉભી કરવામાં આવે તેમજ પોઇન્ટ ઉભો કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં વાડીયાના જ 90 પરિવારોએ જીલ્લા પોલીસવડા સમક્ષ માંગણી કરી હતી.

આથી તત્કાલિન પોલીસવડા અશોકકુમાર યાદવ દ્વારા 1 જુલાઇ 2013થી ચાર પોલીસકર્મી સાથે 24 કલાક પોલીસચોકી કાર્યરત કરાવી હતી. તેમના દ્વારા ગામમાં આવતી-જતી ગાડીઓની નોંધણી તેમજ ગાડીઓમાં આવનારા ઇસમોની પુછપરછ કરવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...