આત્મહત્યા:થરાદના બેવટામાં પરિણિતાનો ઘરમાં ફાંસો ખાઇ આપઘાત

થરાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • થરાદ પોલીસે અકસ્માતે મોતને ગૂનો નોંધી તપાસ હાથ ધરી

થરાદના બેવટામાં પરિણિતાએ અગમ્ય કારણોસર ઘરના ઓરડામાં ઓઢણા વડે ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હતું. થરાદ પોલીસે અકસ્માતે મોતને ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદના ચોટપાના રાણાભાઇ મગનાજી પટેલની નાની પુત્રી ભાવનાબેન (ઉં.વ.21)નાં લગ્ન બેવટાના દશરથભાઇ હરાભાઇ પટેલ સાથે બે વર્ષ પહેલાં થયાં હતાં. મંગળવારની બપોરના અઢી વાગ્યાના સુમારે ભાવનાબેનના ભાઇ હરેશભાઇ બેવટા ગામે તેમને તેડવા ગયા હતા.

ત્યારે તેના સસરા હરાભાઇએ તેણીને અલગ કરવાની હોઇ હાલ મળવા નહીં મોકલીએ તેમ જણાવ્યું હતું. ત્યારે બાજુ બુધવારેના સવારના ચાર વાગ્યે રાણાભાઇને તેમના પિતરાઇ ગુમાભાઇ પટેલે ભાવનાબેન મૃત્યુ પામી હોવાના સમાચાર આપ્યા હતા.આથી તેઓ બધા તેણીના સાસરે જતાં ઓસરીમાં ભાવનાબેનનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી મૃત હાલતમાં જોવા મળ્યો હતો. તેણીના મૃતદેહને થરાદની સરકારી હોસ્પીટલમાં પીએમ અર્થે લવાયો હતો.આ અંગે થરાદ પોલીસે અકસ્માતે મોત નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...