તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:રડકામાં દૂધ મંડળીના મંત્રી-ચેરમેને હિસાબો નહીં આપતાં સાધારણ સભા બોલાવવા હુકમ

થરાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધારણ સભા માત્ર કાગળ પર બોલાવવામાં આવતી હોવાના આક્ષેપ

થરાદના રડકા ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સહિત ચેરમેને છેલ્લા 23 વર્ષમાં હિસાબોના ગોટાળા કરી દૂધ ઉત્પાદકોના દૂધની રકમ ચાઉ કરી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જે અંગેની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતાં હિસાબો નહિ આપતાં સાધારણ સભા બોલાવવા ઉચ્ચસ્તરેથી હુકમ કરાયો છે.

થરાદના રડકા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી ગમનાભાઈ અજાભાઈ પટેલ છેલ્લા 23 વર્ષથી મંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. જેમાં ચેરમેન સહિતની મિલીભગત વડે દૂધ ઉત્પાદકોના દૂધ પગાર તેમજ ભાવ વધારાની રકમનું મોટું કૌભાંડ આચરી રહ્યા હોવાથી દૂધ ઉત્પાદકોએ હિસાબ માંગતા મંત્રી ગમનાભાઇ પટેલ ગલ્લા-તલ્લા કરી રહ્યા હોવાથી ગામલોકોને શંકાઓ જતાં ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆતો કરવામાં આવી રહી છે. મંત્રી તેમજ ચેરમેન દ્વારા ક્યારેય સાધારણ સભા બોલાવેલ નથી તેવા ગામલોકોએ આક્ષેપો સાથે કહ્યું હતું કે સાધારણ સભા માત્ર કાગળ પર બોલાવવામાં આવી છે.

દૂધ ઉત્પાદક લગધીરભાઈ ભગાભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘મંત્રી સાધારણ સભા નહિ બોલાવી હોવાથી જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીની કચેરી પાલનપુર ખાતે લેખિત જાણ કરતાં મંડળીની વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવી હતી. સભામાં થયેલ કાર્યવાહીની વિગતો રજિસ્ટાર કચેરીને મોકલી આપવા મંત્રી-ચેરમેનને હુકમ કરવામાં આવ્યો છે.’ મંડળીના મંત્રી ગમનાભાઇએ જણાવ્યું હતું કે, ‘જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળી દ્વારા આવેલ હુકમથી અમે એક અઠવાડીયામાં સાધારણ સભા બોલાવીશું.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો