આજે ફેંસલો:થરાદમાં જુનાજોગી જીતશે કે નવા ચહેરા

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના સરપંચના પરિવારના સદસ્યો અને રાજકીય આગેવાનો ચૂંટણી લડી રહ્યા છે

ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સરપંચ માટે અગાઉની ટર્મમાં લડેલા સરપંચના પરિવારના સદસ્યો અને તાલુકાના રાજકીય આગેવાનોએ ઝંપલાવ્યું છે. જો કે તેમની સામે ગામના નવા ચહેરાઓ મેદાનમાં છે. મંગળવારે કાંટે કી ટક્કરના ચૂંટણી જંગમાં ગ્રામજનોએ કોને પસંદ કર્યા છે તે બહાર આવશે.

થરાદની માંગરોળ પંચાયતમાં વર્તમાન જીલ્લાપંચાયત સદસ્યના અને થરાદ તાલુકા ભાજપના પૂર્વપ્રમુખ તેમજ અગાઉ પણ ગ્રામપંચાયતમાં સરપંચ પદે બે વખત વિજેતા બનનાર રૂપસીભાઇ પુરાભાઇ પટેલના પત્ની રખુબેન પટેલ જ્યારે કોચલા બેઠક પર તાલુકા પંચાયતના પુર્વપ્રમુખ મગાજી ઠાકોરના પત્ની ગોમતીબેન તથા લોઢનોર બેઠક પર માર્કેટના ડીરેક્ટર અને પૂર્વસરપંચ પુંજીબેનના પતિ ધરમસીભાઇ નરબતાભાઇ ચૂંટણી લડી રહ્યા છે.

જ્યારે ઘોડાસર ગ્રામપંચાયતમાં માર્કેટયાર્ડના પૂર્વ ડીરેક્ટર હેદુજી ઠાકોરના પત્ની અને પૂર્વ સરપંચ ચંચીબેને ફરીથી ઝંપલાવ્યું છે. તો ભલાસરા બેઠક પર બે ટર્મથી ચૂંટણી લડી રહેલા નાંજીબેન ચમનાજી કાંદળીના પુત્રવધુ મફીબેન વેલાભાઇ તથા ભોરડું બેઠક પર ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી દિલાવરસિંહ વાઘેલાના પત્ની અને ગત ટર્મના ઉપસરપંચ અને થોડાસમય માટે સરપંચ પદભ્રષ્ટ થતાં સરપંચ તરીકે કાર્યભાર સંભાળી રહેલાં કવિતાકુંવર દિલાવરસિંહ વાઘેલા મેદાનમાં છે.

સેદલામાં મહિલા સરપંચ તેજકુંવરબાઇના પતિ સિધ્ધરાજસિંહ ખેંગારજી ચૌહાણ તથા ચારડા બેઠક પર ગીતાબેન મોહનભાઇ ચાવડા રિપીટ તેમજ કરબુણમાં ગતટર્મના સરપંચ નાગજીભાઇ હરસેંગભાઇ પટેલના પત્ની ખેમીબેન. જ્યારે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના ભાચર ગામમાં તેમના ભત્રીજા વિરજીભાઇનાં પત્ની ખેમીબેન, લુણાલમાં થરાદ તાલુકાના કૉંગ્રેસ અગ્રણીનાં પત્ની ગીતાબેન તુલસીભાઇ તથા વળાદરમાં પૂર્વસરપંચ ચૌહાણ રાકોરબાઇના પતિ જુવારસિંહ ચૂંટણી લડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...