તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થરાદ નગરપાલિકા દ્વારા મંગળવારે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યાં નગરપાલિકા દ્વારા ગૌરવપથના ફૂટપાથ પર મૂકેલા 10 જેટલા કેબિન ગલ્લા હટાવતા ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. દબાણ હટાવવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવી હોય તેવો પાલિકા સામે કચવાટ જોવા મળ્યો હતો.
થરાદમાં સિવિલ હોસ્પિટલ તરફના ગૌરવ પથની સાઈડમાં ફૂટપાથ પર કેબિન ગલ્લા મૂકી દબાણ કરવામાં આવતાં રાહદારીઓને ચાલવામાં મુશ્કેલીઓ પડતી હતી. જે પાલિકા ચીફ ઓફિસર પંકજ બરોટના ધ્યાને આવતાં મંગળવારે દબાણ ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકા ટીમ તેમજ પોલીસ સ્ટાફને સાથે રાખી રૂક્ષમણીબેન ચંદુલાલ પરીખ ભણસાલી હોસ્પિટલની સામેની બાજુમાં મુકેલા કેબીનો, સિવિલ હોસ્પિટલ રેફરલના દરવાજા સુધીના નડતરરૂપ દબાણ હટાવવામાં આવ્યા હતા. જેમાં ચાની કીટલી, મોટરસાઈકલ તેમજ ઓટો રિક્ષા ગેરેજ, ઈસ્ત્રી વગેરેના કેબિનો હટાવી ફૂટપાથને ખુલ્લો કરવામાં આવ્યો હતો.
જ્યારે સ્વામી વિવેકાનંદ પ્રતિમાની સામે તેમજ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ કચેરીની દીવાલને અડીને આવેલા કેબીનો સ્થાઈ રાખવામાં આવતાં ક્યાંક વ્હાલા દવલાની નીતિ અપનાવી હોય તેવો પાલિકા સામે કચવાટ જોવા મળ્યો હતો.
પાર્કિગ સુવિધા કરવામાં આવે તેવી માંગ
બળિયા હનુમાન ચોક થી મુખ્ય બજાર તરફ ચાંચરચોક સુધી બંને બાજુ શોપિંગો આગળ રસ્તા પર ટુ વહીલરોનો ખડકલો હોવાથી બજારમાં ચાલવું મુશ્કેલ પડી રહ્યું છે. જેમાં ઇમરજન્સી હોસ્પિટલ કે કોઈ કામકાજ અર્થે જવું હોય તો રિક્ષા પણ પસાર થઈ શકતી નથી. તો આ બાબતે પાલિકાએ આવા નડતરરૂપ પાર્કિંગ કરેલા ટુ વહીલર હટાવવાની જરૂર છે. એકપણ શોપિંગોમાં પાર્કિંગ સુવિધા ન હોવાથી દુકાનદારો તેમજ ગ્રાહકો રસ્તા વચ્ચે પાર્કિંગ કરતાં મોટી સમસ્યા નડે છે આથી પાલિકાએ શોપિંગ માલિકો સામે પાર્કિંગ બાબતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.