કામગીરી:થરાદમાં 14 સ્થળેએથી મચ્છરના બ્રિડિંગ મળતાં નોટિસ અને 5900નો દંડ ફટકાર્યો

થરાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
થરાદમાં તંત્ર દ્વારા પોરાનાશક કામગીરી હાથ ધરાઈ. - Divya Bhaskar
થરાદમાં તંત્ર દ્વારા પોરાનાશક કામગીરી હાથ ધરાઈ.
  • આરોગ્ય અને નગરપાલિકાની ટીમો દ્વારા પોરાનાશક કામગીરી કરાઈ

થરાદમાં નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો મળીને નગરમાં વિવિધ સ્થળોની ચકાસણી કરતાં 14 સ્થળોએથી મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતા. આથી તંત્ર દ્વારા તમામને નોટિસ આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. થરાદ શહેરી વિસ્તારમાં જિલ્લા એપેડેમીક ઓફીસરની સુચના અન્વયે આરોગ્ય વિભાગ થરાદના મેડિકલ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, ટીએમપીએચએસ અને એમપીએચએસ દુધવા અને ભાચરના સુપરવિઝન હેઠળ આરોગ્ય વિભાગની 26 અને પાલિકા થરાદના ત્રણ સભ્યોની ટીમના સંયુક્ત ઉપક્રમે થરાદ વિસ્તારમાં પોરાનાશક કામગીરી હાથ ધરાઈ હતી.

જેમાં થરાદમાં આવેલી ભંગારની દુકાનો, કન્ટ્રકશન સાઇટ,રહેઠાણનાં મકાનો, હોસ્પિટલના ધાબા પર ભરાયેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. આથી આવા મિલકતધારકો સામે પાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરાઈ હતી. તેમજ તેમને નોટિસો પણ અપાઈ હતી.પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું કે નગરના 14 સ્થળોએ મચ્છરોના બ્રિડિંગ જોવા મળ્યા હતા.આથી તેમની સામે 5900 રૂ.ના દંડની વસૂલાત પણ કરાઈ હતી.

થરાદ પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીને લઇને ફફડાટની લાગણી પ્રસરી છે. પ્રમુખ જાનકીબેન ઓઝા અને ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ચોમાસામાં ભરાઈ રહેતા પાણીથી મચ્છરોની ઉત્પત્તિના પરિણામે મચ્છરજન્ય બીમારીઓ પેદા થતી હોય છે.આથી આ પ્રકારની કામગીરી હાથ ધરાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...