કડક તપાસ:થરાદની ખોડા ચેકપોસ્ટ નજીકથી 1.200 કિ.ગ્રા. અફીણ સાથે રાજસ્થાની ઝડપાયો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છૂટક વેચાણ માટે પાટણના વારાહીની હોટલ પર લઇ જવાતો હતો

થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે રવિવારે સાંજે 1.200 કિ.ગ્રા. અફિણ સાથે રાજસ્થાની શખસને ઝડપ્યો હતો. અફીણ રસ રાજસ્થાનથી વેચાણ માટે વારાહીની હોટલ પર લઇ જવાતો હતો.

રાજસ્થાનની સરહદે ખોડા ચેકપોસ્ટે ફરજ પર રહેલા થરાદ પોલીસ મથકના કર્મચારીઓને સાંચોર તરફથી એક શખસ કાપડની થેલીમાં માદક પદાર્થ અફિણ રસ સાથે કોઇપણ પેસેન્જર વાહનમાં ખોડાબોર્ડર નજીક આવી ત્યાંથી ચાલતો ખોડા ચેકપોસ્ટ પસાર કરી ગુજરાતમાં પ્રવેશ કરનાર હોવાની બાતમી મળી હતી.

દરમિયાન રવિવારે સાંજના સુમારે મહેશકુમાર ભાખરારામ વિશ્નોઇ (શાઉ) (રહે.ચૌરાઢાણી,તા.સાંચોર,જી.ઝાલોર-રાજસ્થાન) નામનો આધેડ શકમંદ હાલતમાં આવતાં પોલીસે તેને કોર્ડન કરી અટકાવ્યો હતો. તેમજ તેની તપાસ કરતાં તેની પાસેથી 1.200 કિ.ગ્રા. કિંમત રૂપિયા 1,20,000નો જથ્થો, એક મોબાઇલ કિંમત રૂપિયા 3000 તથા રોકડ રૂપિયા 720 સાથે ઝડપી લીધો હતો. આ અંગે વધુ પુછપરછ કરતાં જથ્થો રાજુરામ રામલાલ મીણા (રહે.મધ્યપ્રદેશ હાલ, રહે.સાંચોર, જી.ઝાલોર-રાજસ્થાન) એ આપેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે NDPS કલમ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

હાઇવે પર ટ્રક ચાલકોને છૂટક વેચતો હતો
થરાદ પોલીસે રાજસ્થાનના આધેડને ઝડપી લઇને જથ્થો કોણે આપ્યો હતો અને ક્યાં લઇ જવાતો હોવાની પુછપરછ હાથ ધરી હતી. આથી તેણે વારાહી હનુમાન મંદિરના ઓટલા પર રહેતો હોઇ હોટલ ઉપર આવતા ટ્રક ચાલકોને જાતે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...