પદાર્પણ:થરાદના નારોલી નગરે મુનિરાજશ્રી ચારિત્રરત્ન વિજયજીનું પદાર્પણ થશે

થરાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ત્રિસ્તુતિક જૈન સંઘના જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજનું થરાદ તાલુકાના નારોલી નગરે સોમવારે સવારે પદાર્પણ થશે. મુનિરાજશ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજનું તેઓની જન્મભૂમિ એવાં નારોલી આગમનના સમાચારે નગરમાં ખુશીનો માહોલ બન્યો છે.

મુનિરાજનો જન્મ 1976ના 26 ઓક્ટોબરના રોજ નારોલીના જૈન શ્રેષ્ઠી કીર્તિલાલ નરસીંગદાસ વોહેરાનાં ઘરે માતુશ્રી તારાબેનની કુખે થયો હતો અને નીતીનભાઇ નામ આપવામાં આવ્યું હતું. મુનિરાજશ્રી તેઓની જન્મ ભૂમિમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસની સ્થિરતા કરશે. આ પ્રસંગે અમદાવાદ, સુરત, ડીસા, મુંબઈ આદિ સ્થાને રહેતા નારોલી જૈન સમાજનાં લોકો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...