ચુંટણી જીતવામાં અસફળ:થરાદની પંચાયતોમાં અગાઉના મોટાભાગના સરપંચ હાર્યા

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આગળ તાલુકાના સરપંચ ઉમેદવારોના સમર્થકોની ભારે ભીડ જામી હતી.વિજેતા ઉમેદવારોને ફુલહારથી સ્વાગત કરીને ખભા પર ઊંચકી લીધા હતા. - Divya Bhaskar
થરાદની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આગળ તાલુકાના સરપંચ ઉમેદવારોના સમર્થકોની ભારે ભીડ જામી હતી.વિજેતા ઉમેદવારોને ફુલહારથી સ્વાગત કરીને ખભા પર ઊંચકી લીધા હતા.

થરાદની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં મંગળવારે સવારે મત ગણતરી યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કચકચાવીને મતદાન કરનારા થરાદના પ્રજાજનોએ અગાઉ સરપંચપદની ચૂંટણીનો સ્વાદ ચાખેલા ઉમેદવારોને જીત કરતા હારનો સ્વાદ વધારે પ્રમાણમાં ચખાડ્યો હતો. જેમાં થરાદ તાલુકાની જિલ્લા પંચાયતની બંને બેઠકો ભોરડું અને પીલુડાં (માંગરોળ અને ભાપી ગૃપ પંચાયત)ના ઉમેદવારો સરપંચપદની ચુંટણી જીતવામાં અસફળ થયા હતા.

જ્યારે કરબુણ, લોઢનોર, ચારડા અને ભલાસરા ગામમાં પરિવારમાંથી રીપીટ ઉમેદવારી નોંધવનારને ગ્રામજનોએ રિજેક્ટ કર્યા હતા. તેનાથી વિપરીત ઘોડાસર અને વળાદર બેઠક પર પુર્વ સરપંચના રીપીટ પરિવારના સરપંચો જીત્યા હતા. જ્યારે સૌપ્રથમ ચૂંટણી લડી રહેલા થરાદ તાલુકાના ભાચર ગામમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના ભત્રીજા વિરજીભાઇ પટેલના પત્ની તેમજ અરંટવા પંચાયતના (થરાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની પત્ની) ઉમેદવારની જીત થવા પામી હતી.

લેડાઉ ગામમાં એક મતથી જીત થઈ
થરાદના લેંડાઉ ગામની પંચાયતના મતદાનમાં ત્રણ વોટ કોને ગણવા તે અંગે અસમંજસ ઉભી થવા પામી હતી. આથી બુકલેટ સાથે નાયબ કલેક્ટર અને મામલતદારે આવીને ગાઈડલાઇન મુજબ મત ગણ્યા હતા. પરીણામે એક મત રદ થયું હતું. જ્યારે બે વિજેતા તરફ જતાં ફક્ત એક મતથી જીત થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...