બાતમીના આધારે કાર્યવાહી:થરાદમાં ખાનગી પ્રેક્ટિસ કરતો મોરીખા PHCનો આયુષ મેડિકલ ઓફિસર ઝબ્બે

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડૉ.ઝુબેરભાઇ મેમણ થરાદ મસ્જીદની બાજુમાં પ્રેક્ટિસ કરતો હતો

બનાસકાંઠા જીલ્લાના અધિક આરોગ્ય અધિકારી મંગળવારની સવારે થરાદ આવ્યા હતા. દરમિયાન તેમને વાવના મોરીખા પીએચસીમાં નોકરી કરતો એક આયુષ્ય તરીકે ફરજ બજાવતો ડૉક્ટર ખાનગી પ્રેક્ટીસ કરતો ધ્યાનમાં આવતાં તેને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મંગળવારની સવારના સાડા આઠ વાગ્યાના સુમારે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી.મહેતા થરાદ આવ્યા હતા. તેમને વાવના મોરીખા પીએચસીમાં નોકરી કરતા ડૉ.ઝુબેરભાઇ મેમણ (આયુષ મેડીકલ ઓફીસર) થરાદના મદિના મસ્જીદની બાજુમાં ખાનગી પ્રેક્ટીસ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી તેમણે થરાદના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એચ.વી.જેપાલ અને વાવના ટી.એચ.ઓ. ડૉ.પી.આર.મોદીને બોલાવ્યા હતા. જ્યાં તેમણે આયુષ મેડિકલ સામે સરકારી નોકરી કરતો હોવા છતાં પણ થરાદમાં ખાનગી પ્રેક્ટીસ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.

આ અંગે વાવ તાલુકાના હેલ્થ ઓફિસર ડૉ.પ્રણવ મોદીએ જણાવ્યું હતું કે ‘કર્મચારી હોવા છતાં પણ એક દુકાનમાં બેસીને ખાનગી પ્રેક્ટીસ કરતા હોવાનું ધ્યાન પર આવતાં નિયમ પ્રમાણે તેમને નોટીસ આપવામાં આવી હતી. તેમજ અહેવાલ તૈયાર કરી તેને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.’

અન્ય સમાચારો પણ છે...