તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:થરાદના દોલતપુરા ગામે મનરેગા, વિકાસ કામોમાં ગેરરીતિ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત

થરાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક કચેરીમાંથી પૂરતી માહિતી ન મળી હોવાના આક્ષેપો સાથે આયોગ કચેરીના દ્વાર ખટખટાવ્યા

થરાદના દોલતપુરા ગામે થયેલ મનરેગા તેમજ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો લઇ ગામના નાગરિકે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી તપાસ કરાવવા માંગ કરી હતી. થરાદના દોલતપુરા ગામે વર્ષ 2015-16 થી 2019-20 સુધીમાં દોલતપુરાથી જાણદી જવાના રસ્તે, પબાજી ગોળીયાવાળા રસ્તે સીસી રોડ, પ્લોટ વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન તેમજ કમ્પાઉન્ડ વોલ દીવાલ, પ્રાથમિક શાળાના કામોમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિઓ થયેલ હોવાના આક્ષેપો કરી તાલુકા પંચાયત કચેરી ખાતે માહિતી અધિકાર મુજબ દલાભાઈ જીવાભાઈ ધૂમડા દ્વારા માહિતી માંગી હતી. જેમાં ઉચ્ચ કક્ષાએથી માહિતી આપવાનો આદેશ હુકમ થવા છતાં તાલુકા પંચાયત કચેરી દ્વારા સાચી માહિતી આપવામાં આવી નથી તેવા આક્ષેપો સાથે અરજદારે કલેકટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અગ્ર સચિવ ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જોકે ઓનલાઈન માહિતીમાં થોડા પ્રશ્નો સર્જાતા હોવાથી 24 ફેબ્રઆરી-2020 ના પત્રથી વિવાદીતને માહિતી પૂરી પાડવામાં આવેલ છે. જેથી બીજી અપીલ અરજીનો નિકાલ કર્યો છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો