અકસ્માત:ધાનેરા-ડીસા હાઇવે પર રમુણ પાસે દૂધનું ટેન્કર-વોલ્વોબસ ટકરાતાં ટેન્કર ચાલકનું મોત

થરાદ,ધાનેરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસના ડ્રાઇવર, કંડકટર અને 2 મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં ધાનેરા ખસેડાયા

ધાનેરા-ડીસા હાઇવે પર રમુણ ગામ પાસે ગુરુવારની મોડી રાત્રીએ વોલ્વો બસ અને દુધનું ટેન્કર સામસામે ટકરાતાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતુ. ઓઢવા (સરદારવાસ)ના મહેશભાઇ મશરૂભાઇ વણકર પોતાના ટેન્કર નં. જીજે. 02. ઝેડ. 1809માં રાજસ્થાનથી બનાસડેરીનું દૂધ ભરીને પાલનપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે રમુણ ગામના પાટીયા પાસે મોડી રાત્રે સામેથી આવી રહેલી એસ. ટી. બસ નં. જીજે. 07. વાય. ઝેડ. 6517ના ચાલકે ટેન્કરને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ટેન્કરચાલકનો ગળાથી ઉપરનો ભાગ કપાઇ જતાં ટેન્કરમાં જ મૃત્યુ પામ્યો હતો.

બસના ડ્રાઇવર તથા કંડકટર,બસમાં બેઠેલ બે મુસાફરોનઇજાઓ થતાં 108 દ્વારા સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પીટલ ખસેડાવ્યા હતા. અને બસચાલક અને કંડક્ટરને વધુ સારવાર માટે પાલનપુર રીફર કર્યા હતા. ઘટનાની જાણ થતાં આગથળા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વાહનો હટાવીને ટ્રાફિક હટાવ્યો હતો. આ અંગે મશરૂભાઇ પ્રહલાદભાઇ વણકરે આગથળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કમનસીબ મૃતક
1. મહેશભાઈ લાવજીભાઈ વણકર (ઉ.28,રહે.ઓઢવા તા.દાંતીવાડા

અકસ્માતમાં ઇજાગ્રસ્ત
વિષ્ણુભાઇ દશરથભાઇ ઠાકોર (ઉ.35,રહે . સિધ્ધપુર)(ડ્રાઇવર)
રેખાબેન પરખાભાઇ અસારી (ઉ.35,રહે. ખેડબ્રહ્મા) (કંડક્ટર)
હેમાભાઇ ગગદાભાઇ પટેલ (ઉ.33, રહે. સામરવાડા તા. ધાનેરા
દિપસિહ છોગાજી રાજપુત (ઉ. 36 રહે. ધાનેરા

અન્ય સમાચારો પણ છે...