તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:થરાદમાંથી ચોરીના સાત બાઇક સાથે શખ્સ ઝડપાયો, રૂ.2.42 લાખનો મુદ્દામાલ રીકવર કરાયો

થરાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદ પોલીસે શુક્રવારે વાવ-થરાદ રોડ પરથી ચોરીના બાઇક સાથે સુઇગામ તાલુકાના ધનાણા ગામનાને ઝડપી લીધો હતો. જેની વધુ પૂછતાછમાં થરાદમાં થયેલ સાત બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો.થરાદ એએસપી પૂજા યાદવની સૂચનાથી થરાદ પોલીસના પીઆઇ જે.બી.ચૌધરી સ્ટાફ સાથે શુક્રવારે વાવ-થરાદ રોડ ઢીમા ત્રણ રસ્તા પાસે વોચમાં હતા. ત્યારે વાવ તરફથી બાઇક લઇને આવતાં શખ્સને ઉભો રાખી પૂછપરછ કરતાં અરવિંદભાઇ ઉર્ફે કિરણભાઇ શંકરભાઇ ચૌહાણ (દલીત) (રહે.ધનાણા,તા.સુઇગામ) હોવાનું જણાવી આ બાઇક થરાદના માધવ હોસ્પીટલ આગળથી મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત કરી હતી.

આથી પોલીસે વધુ પુછતાછ કરતાં આ શખસે થરાદ શહેરમાંથી અલગ-અલગ જગ્યાએથી કુલ 6 મોટર સાયકલ ચોર્યાનું કબૂલી અન્ય 5મોટર સાયકલ નરેશભાઇ શંકરભાઇ દલીત (રહે.વાવ) ને આપેલ હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે કુલ રૂ.2,42,000 ની કિંમતના 7 મોટર સાયકલ રીકવર કરી પોલીસે બન્ને શખ્સો સામે થરાદ પોલીસ મથકે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો