તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:થરાદના ગામોને જોડતા કાચા રસ્તા પાકા ડામરવાળા બનાવો

થરાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકામાં 28 જેટલા હજુ પણ રસ્તાઓ કાચા છે
 • જિલ્લા પંચાયત સદસ્યની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

થરાદ તાલુકામાં એકબીજા ગામોને જોડતા 3 થી 7 કિલોમીટરના એકબીજા ગામોને અંતર ધરાવતા 28 જેટલા હજુ પણ રસ્તાઓ કાચા છે. આ કાચા રસ્તાઓને ડામરવાળા પાકા બનાવવા જીલ્લા પંચાયત સદસ્યએ નાયબ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

થરાદ તાલુકામાં ગામોને જોડતા કેટલાક રસ્તાઓ હજુ કાચા છે. જેને લઇ ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે થરાદ તાલુકાના મોરથલની બેઠક પર ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્ય માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે ‘તાલુકામાં હજુ અંતરિયાળ ગામોના કેટલાક જોડતા રસ્તાઓ દાયકાઓથી કાચા જોવા મળી રહ્યા છે.

આથી આવા ગામોમાં ખેતરોમાં વસવાટ કરતા પરિવારના સભ્યોમાંથી અચાનક બીમાર પડે છે ત્યારે સારવાર અર્થે લઈ જવામાં રસ્તાઓના અભાવના કારણે ખાનગી વાહનો પણ આવતા નથી આથી મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. 3 થી 7 કિલોમીટરના અંતરે આવેલા એકબીજા ગામોને જોડતા 28 જેટલા કાચા રસ્તાઓને પાકા બનાવવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજુઆત કરી બનાસકાંઠા સંસદ પરબતભાઇ પટેલ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર જિલ્લા પંચાયત બનાસકાંઠાઓને નકલ દ્વારા જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો