કાર્યવાહી:માંગરોળ નજીકથી એલસીબીએ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદમાં એલસીબી પોલીસના કર્મચારીઓ થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન થરાદ-સાંચોર રોડ ઉપર માંગરોળ ગામની સીમમાં રામપુરા ત્રણ રસ્તા પાસેથી એક કાર નંબર જીજે-08-એઇ-9248 ને રોકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 812 બોટલ રૂ. 1,01,500 નો જથ્થો મળી આવ્યો હતો.

ત્રણ લાખની કાર સહિત કુલ રૂ.4,01,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. જો કે કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નાસી ગયેલ અજાણ્યા શખસ સામે ખોટી નંબર પ્લેટ લગાવી ખરા તરીકે ઉપયોગ કરવા બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...