અપહરણ:અગાઉની ફરિયાદની અદાવતમાં યુવકનું અપહરણ

થરાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાખણી તાલુકાના મોરાલ ગામના અને થરાદ તાલુકાના રાહ મુકામે સાસરામાં રહેતા જેઠુસિંગ ભુપાજી રાજપુતે દોઢ મહિના પહેલા ધાનેરા મથકમાં તેમનાજ સમાજના માણસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખીને 23/ 11/ના સવારે આઠ વાગે રાહ ચાર રસ્તાથી જબરાજી હીરાજી રાજપૂત, ભમરાજી હીરાજી રાજપૂત,હંસાજી હીરાજી રાજપૂત,રાજુજી જબરાજી રાજપુત અને રમેશભાઈ ઈશ્વરજી રાજપૂત તમામ (રહે. બેવટા ) મળીને નંબર વગરની બોલેરો જીપમાં નાખીને અપહરણ કરી બેવટા બાજુ લઈ ગયા હતા. તેમજ ગોંધી રાખી માર માર્યો હતો. ત્યારબાદ બેવટા મુકામે છોડી મૂકયો હતો.

આ બનાવ અંગે કાકા પરાગજી રાણાજી રાજપૂત રહે. મોરાલને તેમના ભત્રીજાના અપહરણની જાણ થતાં થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે પાંચેય શખસો સામે અપહરણ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પી.આઈ. જે.બી.ચૌધરીએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...