તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:થરાદની નહેરમાં ફૂટવાલમાં પાણી ભરવા જતાં પગ લપસતાં કરબૂણનો યુવક ડૂબ્યો

થરાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
થરાદની મુખ્ય નર્મદા નહેરમાં કરબૂણનો યુવક ડૂબતા તરવૈયાઓ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરાઇ હતી. - Divya Bhaskar
થરાદની મુખ્ય નર્મદા નહેરમાં કરબૂણનો યુવક ડૂબતા તરવૈયાઓ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરાઇ હતી.
 • તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરાતાં 5 કલાક બાદ યુવકની લાશ મળી

થરાદના કરબૂણ ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં સિંચાઇ માટે મુકેલા એન્જીન મશીન ચાલુ કરવા નર્મદા નહેરમાં મુકેલી હોર્સ પાઇપના ફૂટવાલમાં પાણી ભરવા જતાં યુવકનો પગ લપસી જતાં કેનાલમાં ડૂબ્યો હતો.જો કે, તરવૈયા દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાતાં 5 કલાક બાદ યુવકની લાશ મળી આવી હતી.

થરાદના કરબૂણના જીવાભાઈ નરસેંગભાઈ પટેલ (ઉં.વ.18) ગુરુવારે બપોરે 4 વાગ્યા આસપાસ કરબૂણ-અજાવાડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં સિંચાઈ માટે મુકેલા એન્જીન મશીન ચાલુ કરવા નર્મદા નહેરમાં મુકેલી હોર્સ પાઈપના ફૂટવાલમાં પાણી ભરવા જતાં પગ લપસી જતાં નહેરના પાણીમાં ડૂબી ગયા હતા. નહેર પર ઉભેલા અન્ય લોકોએ બુમો પાડતાં આજુબાજુ સહિત ગામલોકો ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી હતી. 5 કલાક બાદ યુવકની લાશ મળી આવી હતી.ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો