આવેદન:થરાદના સવપુરા કેનાલમાં પાણી છોડવા રજૂઆત

થરાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદના સવપુરા જુથ ગ્રામ પંચાયત દ્વારા લેખિત જાણ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે એક મહિના અગાઉ કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં એક માસનો સમય વિતી ગયો પરંતુ નર્મદા વિભાગ દ્વારા પાણી છોડવામાં નહીં આવતા ગ્રામ પંચાયત સરપંચ સહિત ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાણી છોડવા માગણી કરાઇ હતી.

સાથે લેખીત રજુઆત સ્વરૂપે નાયબ કલેકટર વી.સી.બોડાણાને  આવેદનપત્ર આપી ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે જોકે એક બે દિવસમાં રજૂઆતનો ઉકેલ નહિ આવેતો મોટી સંખ્યામાં ખેડૂતો ભૂખ હડતાળ પર બેસી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...