ઉદ્દઘાટન:થરાદમાં ગાર્ડનનું શુક્રવારે સાંજે સાંસદના હસ્તે લોકાર્પણ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા તૈયાર કરાયેલા ગાર્ડનનું શુક્રવારે સાંજે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત સહિત ઉપસ્થિતોએ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતો આવો સુંદર બગીચો નિર્માણ કરવામાં તન, મન અને ધનથી મદદ કરનાર તમામ દાતાઓ અને વ્યક્તિઓનું સન્માન કરી તેમની નિઃસ્વાર્થભાવે લોકોપયોગી પ્રવૃતિને મુક્તમને બિરદાવી હતી.

સાંસદ પરબતભાઇ પટેલે ભારત વિકાસ પરિષદના પર્યાવરણ પ્રકલ્પ અંતર્ગત આ કાર્યની સરાહના કરતાં ભવિષ્યમાં માનવજીવન ટકાવી રાખવા માટે વધુને વધુ પર્યાવરણ ક્ષેત્રે વિકાસનો મદાર માત્ર સરકાર પર ન રાખતાં તમામ પ્રજાજનોનો સહકાર અનિવાર્ય ગણાવ્યો હતો.

આ કાર્યક્રમમાં કૉંગ્રેસ પ્રદેશમંત્રી ડી.ડી.રાજપુત, તાલુકાપંચાયત પ્રમુખ દાંનાજી માળી, નગરપાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝા, શહેર ભાજપ પ્રમુખ અજય ઓઝા, પાલિકાના ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુત, સદસ્ય દિપકભાઇ ઓઝા, જીલ્લા પંચાયત સદસ્ય માંગીલાલ પટેલ અને રૂપસીભાઇ પટેલ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરસિંહભાઇ ચૌધરી અને ભારત વિકાસ પરિષદના પ્રાંતના ડૉ.અજયભાઇ જોષી અને અરવિંદભાઇ તુંવર સહિત બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પાલિકા અને દાતાઓના સહયોગથી તૈયાર કરવામાં આવેલ ગાર્ડન નગરનો પ્રથમ બગીચો બનવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...