વીજ ગ્રાહકોમાં રોષ:થરાદની UGVCL કચેરીમાં 45 મિનિટ થવા છતાં વીજબિલ બારી નહીં ખોલતાં હોબાળો

થરાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદ UGVCL કચેરીમાં વીજ બિલ બારી સમયસર નહિ ખોલતાં હોબાળો - Divya Bhaskar
થરાદ UGVCL કચેરીમાં વીજ બિલ બારી સમયસર નહિ ખોલતાં હોબાળો
  • વીજ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ મનમાની કરતાં હોવાથી વીજ ગ્રાહકોમાં રોષ

થરાદની યુજીવીસીએલ કચેરીમાં ગુરુવારે વીજ બિલ બારી સમયસર નહિ ખોલવામાં આવતાં વીજબિલ ભરવા આવેલા ગ્રાહકોએ કચેરીમાં હોબાળો મચાવી વિડીયો વાયરલ કર્યો હતો. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા વિભાગીય કચેરી થરાદ ખાતે સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતો વીજ પુરવઠો તેમજ ઘરવપરાશના વીજ બિલ ભરવા ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ગ્રાહકો થરાદ કચેરી ખાતે તાલુકામાંથી સવારથી આવતા હોય છે. ત્યારે ગુરુવારે વીજ બિલ ભરવા આવેલા ગ્રાહકોની કેશ બારી આગળ લાંબી લાઇન લાગી હતી.

જેમાં વીજ બિલ સ્વીકારવાનો સમય 10-30 કલાકનો હોવા છતાં 11-15 કલાકનો સમય વિતી ગયો હોવા છતાં કેશીયર નહિ આવતાં વીજ બિલ ભરવા આવેલા ખેડૂતો સહિત મહિલાઓ ઘણા સમયથી લાઇનમાં ઉભા રહેતાં આખરે કંટાળી જવા પામ્યાં હતાં. જેમાં કેશબારી ખોલવા બાબતે અન્ય વીજ કર્મચારીઓને પૂછતાં યોગ્ય જવાબ નહિ આપતાં વીજ કચેરીમાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં વીજ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ મનમાની કરતાં હોવાથી વીજ ગ્રાહકો ઉશ્કેરાઇ વીજ કંપની સામે રોષ વ્યકત કરી વીજ ગ્રાહકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...