શિક્ષકનું અણછાજ્યું વર્તન:થરાદમાં શિક્ષકે શિક્ષિકાને ઘરે જઈ અડપલાં કર્યા, દારૂ પીધેલી હાલતમાં ઘરમાં ઘૂસી મોઢું દબાવી બળજબરી કરી

થરાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

થરાદમાં ફરજ બજાવતી શિક્ષિકાને તેમની જ શાળામાં ફરજ બજાવતાં શિક્ષક ઘરમાં જઇ મોઢું દબાવી ઘરના બાથરૂમ પાસે બેસાડી બળજબરી કરવાનો પ્રયત્ન કરી શારીરિક અડપલાં કરતાં શિક્ષિકાએ શિક્ષક સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વારંવાર ફોન કરતા હતા
થરાદમાં ફરજ બજાવતી અને એકલી રહેતી એક શિક્ષિકાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીવરાજભાઇ પટેલ (રહે.ગગાણા, તા.થરાદ) દ્વારા તેણીને વારંવાર ફોન કરતાં આવતા હોઇ તેનો નંબર બ્લેકલિસ્ટમાં મુકી દીધેલ હતો. ત્યારે 12 ઓગષ્ટની સાંજે ફરીથી ફોન આવતાં તેણીએ ઉપાડતાં સામે છેડેથી તેણે હું જે.ડી.પટેલ બોલું છું તેમ કહેતાં ફોન કાપીને તે નંબર પણ બ્લેકલિસ્ટમાં મુક્યો હતો.

બાથરૂમ પાસે લઈ જઈ મોઢું દબાવી બળજબરી કરી
દરમિયાન સાંજના આઠ વાગ્યાના સુમારે તેણી ઘરે રસોઈ બનાવતી હતી. ત્યારે શિક્ષક જીવરામભાઈ દલરામભાઈ પટેલ અજાણ્યા માણસ સાથે શિક્ષિકાના ઘરે પહોંચ્યો હતો. જીવરાજભાઈને તે અજાણ્યો માણસ ઘરમાં મુકીને બહારથી ઘરનો દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો. જીવરાજભાઈ દારૂ પીધેલ હોવાથી તેણીએ ઘરમાંથી બહાર નીકળવા આજીજી કરી હતી. પરંતુ તે નહીં માનતાં તેણી બહાર નીકળવા જતાં તેણે કુર્તો પકડતાં તે ફાટી ગયો હતો. અને મોઢું દબાવી ઘરના બાથરૂમ પાસે બેસાડી બળજબરી કરવાનો પ્રયત્ન કરી શારીરિક અડપલાં પણ કર્યા હતા.

પતિને ફોન કરી બોલાવતા ફરિયાદ કરી
આ વખતે ભરતભાઇ અમરતભાઈ પંડ્યા બહારથી દરવાજો ખોલીને આવતાં જીવરાજભાઈ ત્યાંથી જતો રહ્યો હતો. ગયા પછી તેણે રાત્રિના ફોન કરીને જાતિવાચક અપશબ્દો બોલી જે કરવાનું હોય તે કરો તેમ કહ્યું હતું. બળજબરી વખતે તેણીના ગળામાં પહેરેલી સોનાની મગમાળા પણ તુટી ગઈ હતી. આ બનાવ અંગે પતિને ફોનથી બનાવવાની વાત કરતાં પતિ થરાદ આવતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અગાઉ પણ શિક્ષક જીવરાજભાઈએ તેણીને હેરાન કરેલ હતી. પરંતુ સાથે નોકરી કરતા હોઇ સ્ટાફમેળે સમાધાન થઈ જતા કોઈ પોલીસ ફરિયાદ આપી ન હતી તેમ જણાવ્યું હતું.