નિર્ણય:થરાદમાં પોલીસે સહકારની ખાતરી આપતાં જીવદયા પ્રેમીઓનો લડતનો કાર્યક્રમ મોકૂફ

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા કરાતા દુર્વ્યવહાર મુદ્દે બેઠક મળી હતી

થરાદમાં અબોલ જીવોની રક્ષા કરતા થરાદ-વાવના જીવદયાપ્રેમી સાથે અવાર નવાર પોલીસ દુર્વ્યવહાર કરતી હોઇ રોષે ભરાયેલા જીવદયાપ્રેમીઓએ બેઠકનું આયોજન કરી લડવાની રણનીતિની તૈયારી કરી હતી. પરંતુ પોલીસે સહકારની ખાતરી આપતા કાર્યક્રમ માંડી વાળ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

થરાદ હાઇવે પરથી જીવદયા પ્રેમીઓએ શુક્રવારે રાત્રે મટન લઈને આવેલા શખસને પકડીને પોલીસને સોંપતા પીઆઇ જે.બી.ચૌધરીએ અભદ્ર વ્યવહાર કર્યાનો જીવદયાપ્રેમીઓએ આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસને જાણ કરતાં તેમની બંન્ને મોબાઇલ પેટ્રોલિંગમાં હોવાનું અને માણસો નહી હોઇ તેમના કહેવા પ્રમાણે પોલીસ મથકમાં લઇને આવતાં અપશબ્દો બોલીને હડધુત કર્યા હતા. થરાદ પોલીસ દ્વારા વારંવાર ગૌસેવક તેમજ ગૌરક્ષકોને અભદ્ર શબ્દો બોલવામાં આવતા હોઈ તેમજ Fir દાખલ કરવામાં બહુજ સમય બગડતા હોઈ અને તમને ગાડી પકડવાના કોણે અધિકાર આપ્યા છે ? કેમ ગાડીઓનું ચેકીંગ કરો છો તેવા અનેક પ્રશ્નોને અનુલક્ષીને થરાદના બળિયા હનુમાને ખાતે રવિવારે બપોરે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ચર્ચા વિચારણાના અંતે સ્થાનિકથી જિલ્લા સ્તરે આવેદનપત્ર અને ગાંધીનગર સુધી લડવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે તેની પહેલા જિલ્લામાંથી દોડી આવેલા પોલીસ કર્મચારીઓ દ્વારા હવે પછી જીવદયા પ્રેમીઓ સાથે આવો કોઈ ખરાબ વ્યવહાર નહીં કરવાની અંગત ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આથી જીવદયા પ્રેમીઓએ કાર્યક્રમમાં પોલીસ વિરોધમાં પગલાં લેવાની રણનીતિના બદલે જીવદયા સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકીને બેઠકનું વિસર્જન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ બેઠકમાં ગણપતભાઈ શીરવાડીયા, જગદીશભાઈ ગૌભક્ત (વામી), કનકસિંહ રાજપૂત (કનાભાઈ), નરેશભાઈ મારાજ, જયેશભાઈ મકવાણા, સાગરભાઈ વ્યાસ સહિત બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય કરણીસેનાના બનાસકાંઠાના હોદ્દેદારો અને જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...