તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:થરાદ તાલુકામાં 3,27.289 ની વસ્તી સામે 57210 લોકોને વેક્સિન અપાઇ

થરાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
18 થી ઉપરના વયના યુવા વર્ગને વેક્સિન આપવાની શરૂઆત કરાઇ છે. - Divya Bhaskar
18 થી ઉપરના વયના યુવા વર્ગને વેક્સિન આપવાની શરૂઆત કરાઇ છે.
  • વસ્તીના દર પ્રમાણે અત્યાર સુધી 17 ટકા લોકોએ જ રસી લીધી

થરાદ તાલુકામાં 327289 ની વસ્તીના દર પ્રમાણે 57 હજાર લોકોએ રસી લીધી છે. 17 ટકા લોકોએ વેક્સિન લીધી છે જ્યારે 83 ટકા લોકો રસીથી વંચિત છે પ્રથમ તબક્કામાં 60 થી વધુ વયના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તાલુકાના દરેક ગામડે-ગામડે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમાં લોકોએ અસમજણ તેમજ અંધ શ્રધ્ધાના કારણે મોટાભાગે વેક્સિન લેવાનું વૃધ્ધોએ ટાળ્યું છે.

ત્યારબાદ બીજા તબક્કામાં 45 થી ઉપરની વયના લોકોને વેક્સિનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વેક્સિન લીધા બાદ તાવ આવવો જેના ડરથી માત્ર જાગૃત લોકોએ વેક્સિન રસીકરણ ડોઝ લીધો હતો. આવી અનેક પ્રકારની ગેરસમજણના કારણે બીજી લહેરમાં કોરોના કાળો કહેર મચાવતાં કેટલાક સંક્રમિત લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારબાદ 18 થી ઉપરની વયના યુવા વર્ગને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે. જેમાં અગાઉ કરાવેલ રજિસ્ટ્રેશન મુજબ યુવા વર્ગ વેક્સિન લેવા સ્થળ પર પહોંચી જાય છે ત્યારે 45 થી વધુ ઉંમર ધરાવતા કુલ 57210 લોકોએ વેક્સિન રસી લીધી છે તેવું બ્લોક હેલ્થ કચેરીએથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...