ધરતીપુત્રોમાં હતાશા:થરાદ પંથકમાં જીરામાં ચરમીનો રોગ આવતાં ખેડૂતોને પારાવાર નુકસાન

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાકમાં ચરમીના રોગના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. - Divya Bhaskar
પાકમાં ચરમીના રોગના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.
  • પાક થવાના અણીના સમયે જ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા

સરહદી થરાદ પંથકના ખેડૂતોએ સિંચાઇ માટે પાણીના ધાંધીયા વચ્ચે રાત-દિવસ મહેનત કરીને મહામુલો રવિ પાક તૈયાર કર્યો છે. પરંતુ જીરાના પાકમાં ચરમી (કાળીયા) ના રોગના કારણે અડધો અડધ નુકશાન થવા પામ્યું છે. તેમાંય વાદળછાયા વાતાવરણથી તાલુકામાં કેટલાક ખેડુતોનો શિયાળુ પાક નિષ્ફળતાના આરે આવતાં ધરતીપુત્ર હતાશા તરફ ધકેલાઇ રહ્યો છે.

ખેડૂતોએ રાત-દિવસ એક કરીને તનતોડ મહેનત કરીને જીરું, ઇસબગુલ, રાયડા, મેથી, અજમો સહિતનો પાક તૈયાર કર્યો હતો.જીરાના પાકમાં ચરમીનો રોગ જોવા મળતાં 6777 હેકટર પૈકી અડધોઅડધ પાકમાં નુકશાન થવા પામ્યું છે. તેમાંય સરહદી થરાદ પંથકમાં છેલ્લા બે દિવસથી રવિપાકો માટે પ્રતિકુળ ગણાતા સર્જાયેલા વાદળછાયા વાતાવરણને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘વાદળછાયા વાતાવરણની સૌથી વધુ અસર જીરૂ અને ઇસબગુલના પાકને થતી હોય છે. સરહદી પંથકના કેટલાક ગામોના ખેડૂતોના ખેતરમાં ઉભેલા જીરાના પાકમાં ચરમી (કાળીયા) નામના રોગે દેખા દીધી છે.’

આ અંગે થરાદની ખેતીવાડી કચેરીના વિસ્તરણ અધિકારી ખેતી ભરતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘વાદળછાયા વાતાવરણથી જીરામાં ચરમી(કાળીયા) રોગની શક્યતા રહેલી હોય છે. આથી ખેડૂતોએ પાકને પાણી આપવાનું ટાળવું જોઇએ અને ફુગનાશક દવાનો પણ છંટકાવ કરવો જોઇએ.’

અન્ય સમાચારો પણ છે...