તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:થરાદમાં બે ઘરફોડ ચોરી કરનારા ચાર શખ્સો રિક્ષા સાથે ઝડપાયા

થરાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

થરાદ હાઇવે ચાર રસ્તા પાસે પોલીસ વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન નંબર વગરની રિક્ષા આવતાં પૂછપરછ કરતાં ઘરફોડ ચોરી કરતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. થરાદ પોલીસ હાઇવે ચાર રસ્તા પર વાહન ચેકીંગ કરી રહી હતી. ત્યારે એક નંબર પ્લેટ વગરની રિક્ષામાં બેઠેલ ત્રણ ઈસમોની પૂછપરછ કરી તપાસ કરતાં ચોરી કરવાના સાધનો કોસ, ટોમી, છરી તેમજ કરીયાણાનો સરસામાન મળી આવતા તેઓની સઘન પુછપરછ કરતા ત્રણેયએ કરીયાણાનો સામાન કરણપુરા ગામેથી દુકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.

વધુ કરીયાણાનો સામાન તેમના ઘરે પડેલ હોવાનુ જણાવતા હોઇ જે તમામ સામાન કબ્જે કરી તેમજ તપાસ દરમ્યાન તેઓએ થરાદમાં સાંચોર હાઇવે માર્કેટ યાર્ડ પાસે આવેલ દુકાનમાંથી લેપટોપની ચોરી કરેલાની પણ કબુલાત કરતા તે મુદ્દામાલ તેમની સાથે ચોરીમાં સામેલ રમેશભાઇ રેવાભાઇ ઠાકોર (રહે. ઇઢાટાવાળા) પાસે હોવાનુ જણાવતા રમેશભાઇના ઘરેથી લેપટોપ કબ્જે કરી આરોપી (1) પ્રવિણભાઇ બાજુભાઇ ઠાકોર રહે. ઇઢાટા તા. થરાદ (2) ભરતભાઇ મુળાભાઇ ઠાકોર રહે. લેડાઉ તા.થરાદ (3) શૈલેષભાઇ શીવાભાઇ ઠાકોર રહે. દૈયપ તા. વાવ (4) રમેશભાઇ રેવાભાઇ ઠાકોર તમામ ચારેય આરોપીઓને પકડી પાડી થરાદ તાલુકાના કરણપુરા ગામેથી કરીયાણાનો સરસામાન તથા પરચુરણ રોકડ રૂપીયા તથા ત્રણ મોબાઇલ મળી કુલ કિ.રૂ.20972 તથા થરાદમાં સાંચોર હાઇવે માર્કેટ યાર્ડ પાસે આવેલ દુકાનમાંથી ચોરાયેલ HP લેપટોપ તથા કિબોર્ડ કિ.રૂ. 10300 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો