ધરપકડ:થરાદમાં લૂંટ,ચોરી કરવા આવેલા ડફેર ગેંગના પાંચ શખસો ઝડપાયા

થરાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંચ શખસોને લૂંટ કરવાના સાધનો, હથિયારો સહિત રૂ.8.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. - Divya Bhaskar
પાંચ શખસોને લૂંટ કરવાના સાધનો, હથિયારો સહિત રૂ.8.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
  • થરાદ પોલીસે હથિયારો ટ્રક સહિત કુલ રૂ.8.05 લાખનો મુદ્દામાલ કબજે લીધો

થરાદ પોલીસ સ્ટાફ રવિવારે રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે પાટણ જિલ્લાના ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ હાઇવે ઉપર ટ્રકમાં આવી રહ્યા છે. જેથી પોલીસે થરાદ-ડીસા ચાર રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી પાંચ શખસોને લૂંટ કરવાના સાધનો, હથિયારો સહિત રૂ.8.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા..

થરાદ પોલીસ સ્ટાફને મીઠા બાજુથી થરાદ તરફ આવી રહેલ ટ્રક નંબર જીજે-05-એટી-2513માં ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ બાજુ હાઇવે પર એકાંત જગ્યાએ એકલ દોકલ માણસને કે ગાડીને આંતરી લૂંટ કરવા માટે આવી રહેલ હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે રવિવારે રાત્રે પોલીસ સ્ટાફ સહિત પીએસઆઇ કે.એચ.સોલંકીએ થરાદ-ડીસા ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન ટ્રક આવતાં તેમાં ડ્રાઇવર સહિત પાંચ શખસો બેઠેલ હોઇ તેમને નીચે ઉતારી ટ્રકમાં ચેક કરતાં તેમની પાસેથી સુકા મરચાંની ભુકી ઉપરાંત અલગ-અલગ સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ મળી આવી હતી. જે તમામ સાધનનો ઉપયોગ લૂંટ, ધાડ, ચોરીને અંજામ આપવા તેમજ સુકા મરચાંની ભુકીનો કોઇ વ્યક્તિ પ્રતિકાર કરે તો તેની આંખોમાં નાખી દેવાય.

પોલીસે તમામ સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ સાથે પાંચેય પાસેથી ટ્રક સહિત કુલ રૂા.8,05,400નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ આ શખ્સો પર અગાઉ પણ ચોરી લૂંટના ગુનાઓ કરવાવાળા હોવાનું અને ગુનાઓ નોંધાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવ્યું હતું. આથી તેમની વધારે પૂછપરછ હાથ ધરી હતી. ઉપરોક્ત ઝડપાયેલા તમામ શખ્સો ડફેર ગેંગના હોઇ અને તેમના વિરોધમાં અન્ય રાજ્યોમાં પણ ગુના નોંધાયેલ હોવાની શક્યતા હોઇ ગુજરાત રાજ્યમાં જાણ કરવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ઝડપાયેલા શખસો
1.વલીમહમદ મીરા પીરા મધરા (ઉં.વ.50,રહે.અમરાપુર પાટી,તા.સમી)
2. શેરખાન અલુભાઇ લધાભાઇ ભટ્ટી (સિંધી) (ઉં.વ.39,રહે.રાણીસર,તા.સાંતલપુર,જિ.પાટણ)
3.ઇકબાલ જરાર અણુ ભટ્ટી (સિંધી) (ઉં.વ.28,રહે.રાણીસર,તા.સાંતલપુર)
4. સાજન તમાસી મીરખાંન અણુ ભટ્ટી (સિંધી) (ઉં.32,રહે.રાણીસર,તા.સાંતલપુર)
5. કરીમ જુમ્મા અભરામ ભટ્ટી (સિંધી) (ઉં.વ.30,રહે.રાણીસર,તા.સાંતલપુર)

પકડાયેલ મુદ્દામાલ
ખંજર, ટોમી, કાતર,માસ્ટર કી, ધોકો, પાઈપ, ખીલાસરી, ડિસમીસ, રેડીયમ જેકેટ, ડિઝલ ભરવાના કેરબા, ડિઝલ કાઢવાની નળી રૂા.400, મોબાઈલ 5 રૂા.5000, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, આરસીબુક તેમજ ટ્રક રૂા.8,00,000

અન્ય સમાચારો પણ છે...