તપાસ:થરાદમાં શખ્સે ATM કાર્ડ ચોરીને ખાતામાંથી 15,900 ઉપાડી લીધા

થરાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્ડથી બાઈકમાં પેટ્રોલ પુરવતાં સીસીટીવામાં કેદ

થરાદના ભાચર ગામના યુવકની નજર ચુકવી અજાણ્યા શખ્સે એટીએમ કાર્ડ ચોરી પિન નંબર મેળવી લીધો હતો. અને એટીએમ મશીનમાંથી 15500 ઉપાડ્યા હતા. તેમજ બાઇકમાં 400નું પેટ્રોલ પુરાવતાં યુવક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ અંગે પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થરાદના ભાચર ગામના સવજીભાઈ રામાંભાઈ પટેલ ગુરુવારે એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. આ વખતે કોઇ અજાણ્યા શખ્સે તેમની નજર ચુકવીને એટીએમ કાર્ડ ચોરવા ઉપરાંત પિન નંબર પણ જોઈ લીધો હતો.

ત્યારબાદ તેણે સવજીભાઇના બનાસબેંકના એટીએમ રૂમમાં જઇને મશીનમાંથી પ્રથમ 10,000 પછી 5500 ઉપાડી લીધા હતા. તેમજ શહેરના ડાયમંડ પેટ્રોલ પંપ પર જઇને 400 રૂપિયાનું પેટ્રોલ પણ બાઇકમાં નંખાવ્યું હતું. આ બાબતે પંપના સીસીટીવી કેમેરા જોતાં યુવક હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે થરાદ પોલીસમથકમાં લેખિત ફરિયાદ પણ સવજીભાઇ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...